એઆરટીઓ આણંદ (જીજે-૨૩)

Anand

આનંદગીર નામનાં ગોસાઇએ આ શહેર નવમાં સૈકામાં વસાવ્યુ હતુ. નાના અડધમાં ગોસાઇવાળુ ફળીયુ આજે પણ હયાત છે. કાળક્રમે ગોસાઇઓની પડતી થઇ અને પાટીદારો એ જમીન-જાગીર તેમજ મિલ્કતો ખરીદીને વસવાટ શરુ કર્યો. ગામની ઉત્તરે ગોસાઇઓની વાડી તરીકે ઓળખાતી વાડી એ આજે હનુમાનજીનું મંદિર પુરાવા રૂપે હયાત છે. આમ આનંદગીર ઉપરથી આનંદ - આણંદ ગામનું નામ પડયુ એવી દંત કથા છે.

ગામની બહાર એક કિ.મી.ના અંતરે ખેતીવાડીનું કેમ્પસ છે. પૂર્વમાં અમદાવાદ મુંબઇને જોડતો નેશનલ હાઇવે નં.૮ સ્થિત છે. પશ્વિમમાં બાકરોલ વિધાનગર સ્થિત છે. તથા દક્ષિણે લાંભવેલ- નડીયાદ તરફ જતો માર્ગ આવેલ છે.

Back to Top