એઆરટીઓ બારડોલી (જીજે-૧૯)

Bardoli

સુરત જીલ્લાનો સૌથી મોટો બંધ તાપી, નદી પર બનાવવામાં આવેલ છે. જે સુરતથી આશરે ૧૦૦ કિ.મી. અંતરે આવેલ છે. જેમાં વિધુત ઉત્પન્ન કરવા અને નૌકા વિહારની સવલત છે. આસપાસ સુંદર બગીચા આવેલ છે. સુરતથી આશરે ૮૦ કિ.મી. ના અંતરે સોનગઢ કિલ્લો આવેલ છે. તાપી નદીની ખીણના પ્રાકૃતિક સૌદર્યનું અવલોકન માટેનુ આદર્શ સ્થળ છે. સુરતથી આશરે ૩૦ કીમી ના અંતરે બારડોલી જીલ્લો આવેલ છે. જયાં એશિયાની સૌથી મોટી ખાંડ ઉત્પન્ન કરનારી ફેકટરી આવેલ છે. અને શ્રી સરદાર પટેલ કર્મભુમિ છે. અને સ્વરાજ આશ્રમ આવેલ છે. વ્યાર, મઢી, મહુવા, ચલથાણ, કામરેજમાં ખાંડ ઉત્પન્ન કરનાર ફેકટરી આવેલ છે. સુરતથી આશરે ૭૦ કિ.મી. ના અંતરે કોકરાપાર અણુમથક આવેલ છે.

Back to Top