એઆરટીઓ દાહોદ (જીજે-૨૦)

Dahod

૧૯૯૭માં ગુજરાતના જુદા જુદા જીલ્લાઓના થયેલ વિભાજનથી પંચમહાલ જીલ્લામાંથી દાહોદ જીલ્લો અલગ બન્યો. ગુજરાતના કવિ ન્હાનાલાલે ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાવેલ દાહોદ ગુજરાત અને માળવાની બન્નેની હદ ઉપર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છે.

ગુજરાતના પ્રસિદ્વ મહારાજ સિધ્ધરાજ જયસિંહે બાર વર્ષ સુધી દાહોદમાં મુકામ કરેલો. ઈ.સ. ૧૬૧૮માં મોગલ બાદશાહ જહાંગીર તિરસ્કારમાં અમદાવાદને ગદાર્બાદ (ધૂળિયું ગામ) નામ આપી માંડવગઢ જવા ઉપડી ગયો. તે વખતે પણ ગુજરાતમાંથી માળવા જવાનો રસ્તો દાહોદમાંથી પસાર થતો હોવાથી જહાંગીર દાહોદ આવ્યો. અહીની આજુબાજુની ગીચ ઝાડી તથા ખુશનુમાં આબોહવાથી અને ખીલેલા કમળોવાળા તળાવથી પ્રસન્ન થઇ તેણે દાહોદમાં એક મહિનો મુકામ કરેલો. તે વખતે તેની સાથે તેનો મોટો દીકરો ખુરમ પણ હતો, જે પાછળથી ઇતિહાસમાં શાહજહાં તરીકે ઓળખાયો છે તેવો ઉલ્લેખ ગુજરાત વનાર્કયુલર સોસાયટીએ પ્રસિદ્વ કરેલ બંગાળી ભાષાના ઇતિહાસમાં છે.

Back to Top