શાખાઓ

આર.ટી.ઓ. બ્રાંચની માહિતી - આર.ટી.ઓ માં નીચે મુજબની શાખા (બ્રાંચ) હોય છે.

 • રજીસ્ટ્રેશન
 • પરમીટ
 • લાયસન્સ
 • ટેક્ષ
 • વાહનો પરના કેસોની વિગતોની ડી.એ.શાખા
 • રોકડ નાણા વસુલાત અંગેની કેશ શાખા શાસન-બીલ-આઉટવર્ડ ઇનવર્ડ-વસુલાત-રીવ્યુ શાખા

રોકડ, આકારણી, નોંધણી, લાયસન્સ, પરમીટ, ડી.એ., ટેક્ષ બ્રાંચ

 • રોકડ - મોટર વાહન ખાતાની નાણાની વસુલાત રોકડ તેમજ ડીમાન્ડ ડ્રાફટથી ભરપાઇ કરી શકાય છે.
 • આકારણી - ટેકસ તેમજ ફી આકારણી સબંધીત સુપરવાઝરી સ્ટાફ પાસે વેરીફાઇ કરી ભરી શકાય છે.
 • નોંધણી - વાહનની નોંધણી માટે જરુરી વાહનના સેલ લેટર વીમો,એડ્રેસ પ્રુફ સાથે ફોર્મ નં. ર૦ માં અરજી કરવાની હોય છે.
 • લાયસન્સ - ડ્રાઇવીંગ લાયસન્સ અંગે નિયત ફોર્મ ભરી જરુરી ફી ભર્યે ટેસ્ટીંગ ઓથોરીટી પાસે પાસ થયે સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ તેજ દિવસે આપવામાં આવે છે.
 • પરમીટ - વાહનની પરમીટ મેળવવા નિયત ફોર્મ માં અરજી કરવાની રહે છે.જેની ફી નિચે મુજબ છે.
અનુ. નંબર પરમીટ નો પ્રકાર ફી ની રકમ રીમાર્કસ
દરેક પ્રકારની પાકી પરમીટ માટે ૩પ૦/-  
હંગામી /સ્પે. પરમીટ માટે ૧૦૦/- માસિક
રીપ્લેસમેન્ટ ૧૦૦/-  
નેશનલ પરમીટ ઓથોરાઇઝેશન પ૦૦/-  
નેશનલ પરમીટ ૩પ૦/-  

ઉપરોકત ફી ભર્યે જરુરી વાહનના ચાલુ દસ્તાવેજો વેરીફાઇ માટે રજુ કરવાના રહે છે. ત્યાર બાદ રોડ પરમીટ પ (પાંચ) વર્ષની મુદત માટે આપવામાં આવે છે.

 • ડી. એ. - મોટર વાહન ખાતાના અધિકારીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમો અન્વયેના ભંગ બદલ વાહનો ચેક કરી કેસ કરવામાં આવે છે. આવા ચેકીંગ દરમ્યાન પકડાયેલ અને કેસ થયેલ વાહનોના માલિકોને નોટીસ આપી માંડવાળ ફી ભરપાઇ કરવાની રહે છે.
 • ટેક્ષ - મોટર વાહનના કર ભરણા માટે નિયત નમુના ફોર્મ એ.ટી. માં કર આકારણી કચેરીના સબ-એકાઉન્ટન્ટ મારફતે કરાવી કર ભરવાનો રહે છે. પ્રવર્તમાન કરના દર નીચે મુજબ છે.
  • બે પૈડા વાળા વાહનોમાં પેટ્રોલમાં કિંમતના ૬ ટકા અને ડીઝલમાં કિંમતના ૯ ટકા
  • મોટર કાર હળવા વાહનો પેટ્રોલમાં કિંમતના ૬ ટકા અને ડીઝલમાં કિંમતના ૭.પ ટકા
  • ખેતીવાડી ટ્રેકટરના ૪ ટકા
  • પેસે. બસ ૧૩ થી ર૦ સામાન્ય-રરપ/- લકઝરી-૩૭પ/-
  • ર૧ થી વધારે સામાન્ય-૩૦૦/- લકઝરી- પ૦૦/-
  • ટ્રાન્સપોર્ટ અન્ય વાહનો વાહનના આર.એલ.ડબલ્યુ મુજબ કર આકારણી થાય છે.
  • ખાસ હેતુના વાહનો વાહનના યુ.ડબલ્યુ મુજબ કર આકારણી થાય છે.

આરટીઓ જુનાગઢ (જીજે-૧૧) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top