શાખાઓ

એ.આર.ટી.ઓ. બ્રાન્ચની માહિતી - એ.આર.ટી.ઓ. કચેરી, નવસારી જીલ્લાનાં ઇટાળવા ગામ, તા-નવસારી, જી-નવસારી મુકામે આવેલી છે. કચેરીનું મકાન ભાડાનું છે. જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કચેરી છે.

કચેરીની કામગીરીનાં પ્રકાર મુજબ જુદી જુદી શાખા ભોંય તળીયે જ કાર્યરત છે. પહેલા માળે રેકર્ડ રૂમની વ્યવસ્થા કરેલ છે.

શાખા - એ.આર.ટી.ઓ.શ્રીની ચેમ્બર, જન સંપર્ક અધિકારી, નોન-ટ્રાન્સપોર્ટ રજી. શાખા, ટ્રાન્સપોર્ટ રજી. શાખા, પરમીટ ડી.એ. શાખા, કેશીયર, કર-આકારણી, કોમ્પ્યુટર રૂમ, ઇન્વર્ડ-આઉટવર્ડ શાખા, લાયસન્સ, સ્માર્ટ કાર્ડ ડ્રા.લા., શાસન.

ઉપરોકત શાખાઓ ભોય તળીયે કાર્યરત છે.
રોકડ, આકારણી, નોંધણી, લાયસન્સ, પરમીટ, ડી.એ. ટેકસ

કચેરીમાં દિવસ દરમ્યાન નાંણા સ્વિકારવાનું કામ કેશિયર દ્વારા કરવામાં આવે છે. આખા દિવસ દરમ્યાન એકત્ર કરેલ રોકડ રકમ, કેશબુક વિગેરેની ચકાસણી કરી ચલણ બનાવી કેશબોક્ષ તિજોરી કચેરીમાં જમા કરાવવામાં આવે છે. બીજા દિવસે સદર નાંણા સ્ટેંટ બેંક ઓફ ઇન્ડીયાની શાખામાં જમાં કરાવવામાં આવે છે.

  • આકારણી - મુંબઇ મોટર વાહન ટેક્ષ એકટ-૧૯૫૮ અને મુંબઇ મોટર વાહન ટેક્ષ રૂલ્સ-૧૯૫૯ માં કરેલ જોગવાઇ મુજબ નવા તથા જુના વાહનોનાં કરની આકારણી કરવામાં આવે છે. નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનાં ટેક્ષ એકસ ફેકટરી પ્રાઇઝનાં ૬% પ્રમાણે L.S. Tax, ટ્રાન્સપોર્ટ વાહનનો G.V.W. પ્રમાણે છ માસિક દરે / વાર્ષિક દરે વસુલ કરવામાં આવે છે.
  • નોંધણી - નવા વાહનોની નોંધણી માટે અરજદારે વાહનના સેલ લેટર - ફોર્મ નં ૨૧,૨૨, ઇનવોઇઝ, રહેઠાણનાં પુરાવા તથા અન્ય દસ્તાવેજ સહિત ફોર્મ નં-૨૦ ઉપર વાહનની ચેસીસ પ્રિન્ટ મેળવીને વાહનનાં પ્રકાર મુજબની નિયત ફી ભરપાઇ કરી મો.વા.નિરીક્ષક સમક્ષ વાહન રજુ કરી વાહનની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ વાહનનાં કરની આકારણી કરવામાં આવે છે.
  • લાયસન્સ - અરજદારે મો.વા.નિરીક્ષક સમક્ષ રહીને વાહન હંકારવા માટે પ્રથમ શિખાઉ લાયસન્સ મેળવવાનું રહે છે. ત્યારબાદ એક માસ પુરો થયા બાદ મો.ડ્રા.લા. નાં ટેસ્ટ માટે હાજર રહીને ટેસ્ટમાં ઉતિર્ણ થયા બાદ નિયત ફી ભરપાઇ કરીને સ્માર્ટકાર્ડ ડ્રા.લા. મેળવવાનું રહે છે.
  • પરમીટ - ઓ. રીક્ષા, ગુ. ટ્રક, બસ, મેકસી, સ્કુલ બસ ધરાવતા વાહન માલિકોએ પોતાનાં વાહનનાં પ્રકારવાર નિયત કરેલ અરજી ફોર્મ પી.સી.પી.ઓ., પી.પી.યુ.સી., પી.પી.આર.એસ., પી.સી.ઓ.પી.એ., પી.ટેમ, નેશનલ પરમીટ, ઓથોરાઇઝેશન, સ્પે. પરમીટ, તમામ પ્રકારની ડુપ્લીકેટ તથા રીન્યુ પરમીટની અરજીઓ કરવાની રહે છે. વાહનનાં દસ્તાવેજો અમલી રજુ કરતાં તે જોઇ તપાસીને પરમીટ બનાવવામાં માટેનાં આખરી હુકમ કરતાં બનાવવામાં આવે છે.
  • ડી.એ. - ડી.એ. શાખા એ કચેરીનું મહત્વનું અંગ છે. કચેરીનાં મો.વા.નિરીક્ષક દ્વારા વાહનોનું ચેકીંગ કરી વિવિધ પ્રકારનાં ગુનાઓ સર કેસો કરવામાં આવે છે. વાહનનાં દસ્તાવેજો રજુ ન કરતા કે ટેક્ષનો પુરાવો રજુ કરવામાં ન આવતાં વાહનને ડીટેઇન પણ કરવામાં આવે છે.
    આવા કેસોમાં દંડની વસુલાત કરવામાં આવે છે. સરકારશ્રીનો ફાળવેલ નાંણાકીય લક્ષ્યાંક પુરો કરવામાં વાહનોનું ચેકીંગ મહત્વનો ભાગ ભજવે છે. જેનાથી ટેક્ષ ચોરી, ઓવરલોડ પર અંકુશ લાવી શકાય છે.
  • ટેક્ષ - વાહનનો ટેક્ષ આકારણી કરવાની કામગીરી માટે વાહનનાં માલિક કે અરજદારે નિયત નમુનાનું ફોર્મ એ.ટી. માં દર્શાવેલ વાહન નંબર સહિતની વિગત દર્શાવવાની રહે છે. તે પછી કચેરીનાં સી. એકાઉન્ટન્ટ આકારણી કરીને કેટલા સમયનો ટેક્ષ અને કેટલો ટેક્ષ તેની વિગતો દર્શાવી સહી કરે છે અને કેશિયર દ્વારા તે વાહનનો ટેક્ષ સ્વીકારવામાં આવે છે.

શાખામાં કરવામાં આવતી કામગીરી માટેનાં જરૂરી ફોર્મ તથા નિયત ફીની વિગતો નીચે મુજબ છે.

અ. નં. કામગીરીનો પ્રકાર નમુનો ફોર્મ લાગતી ફી વાહનનો પ્રકાર તથા ફી
1. વાહન રજીસ્ટ્રેશન નમુના 20 મો.સા.
60
મો. કાર
200
ઓ. રીક્ષા
300
HGV/HPV
300
2 A. ટ્રાન્સફર
B. વારસાઇથી ટ્રાન્સફર
નમુના 29-30 30
30
100
100
150
150
300
300
3. ડુપ્લીકેટ રજી. બુક નમુના 26 30 100 150 300
4 એચ.પી.એ. નમુના 34 100 100 100 100
5 એચ.પી. રદ નમુના 35 100 100 100 100
6 સરનામાની બદલી નમુના 33 20 20 20 20
7 બીટી-બીટીઆઇ (વાહનનાં પ્રકારમાં ફેરફાર) નમુના બીટીઆઇ 150 150 150 150
8 NOC (ના વાંધા પ્રમાણપત્ર) નમુના 28 નથી નથી નથી નથી
9 નો-ડયુ પ્રમાણપત્ર સાદી અરજી 45 45 45 45
10 સી.પી.આઇ. નમુના 25 - 300 - -
11 સી.એફ.એ. નમુના સીએફઓ નમુના સીએફઆરએ - - 200
300
500
500
12 ટ્રેડ સર્ટિફીકેટ નમુના 26 100 200 200 200
13 ડુપ્લી. ટ્રેડ સર્ટિફીકેટ નમુના 18 50 100 100 100
14 નાંણા ધીરનારને નવું રજી. પ્રમાણપત્ર આપવા નમુના 36 30 100 150 300
15 ટેક્ષ સ્વીકારવા નમુના એ.ટી. એકસ ફેકટરી
કિંમતના ૬%
કિંમતના ૬% કિંમતના L.S. Tax G.V.W. પ્રમાણે છ માસિક
દરે/વાર્ષિક દરે

વાહનની પરમીટ માટેની વિગતો

અ.નં. પરમીટ મેળવવા માટે અરજી સાથે રજુ કરવાનાં દસ્તાવેજો ગુડઝ વાહનની નેશનલ પરમીટ ફી ની વિગતો આંતર રાજય માટે વાહનની પરમીટની ફી ઓલ ઇન્ડીયા ટુરીસ્ટ પરમીટ
વાહનનો ટેક્ષ ભરપાઇ કરવાનો પુરાવો ૧. રૂા. ૩૫૦/- ઓથોરાઇઝેશન
રૂા. ૫૦૦/- નેશનલ પરમીટ
૧. ગુડઝ વાહન માટેની ફી રૂા. ૩૫૦/- વાહન વ્યવહાર કમિશ્નરશ્રીને અરજી કરવાની રહે છે.
ફીટનેશ સર્ટિ. ૨. હોમ સ્ટેટ સિવાય નેશનલ પરમીટ મેળવવા માટે અરજીમાં ત્રણ રાજયોથી ઓછા નહી. ૨. કોન્ટ્રાકટર કેરેજ ટેક્ષી, મેક્ષી, પેસેંજર બસ માટે ફી રૂા. ૩૫૦/-  
વીમા સર્ટિ. ૩. દરેક પર રાજયનો વાર્ષિક કર રૂા. ૫૦૦૦/- તથા કેન્દ્ર શાસિત રાજય માટે રૂા. ૧૫૦૦/- નકકી કરેલ છે. ડીમાન્ડ ડ્રાફટ રજુ કર્યેથી પરવાના આપી શકાય. ૩. પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ્સ સ્કુલ બસ પરમીટની ફી રૂા. ૭૫૦/-  
પીયુસી સર્ટિ. ૪. કલર સર્ટિ.    
રહેઠાણના પુરાવા ૫. હંગામી પરમીટની ફી રૂા. ૧૦૦/- માસ દીઠ    
વાહન રીપેરીંગ માટે ગેરેજનો દાખલો ૬. પેસેંજર બસ સ્પેશિયલ પરમીટની ફી રૂા. ૧૦૦/- માસ દીઠ    
બેંક બેલેન્સ      

એઆરટીઓ નવસારી (જીજે-૨૧) પેજ પર જવા અહિં ક્લિક કરો

Back to Top