વિભાગ

ગુજરાત સરકારનો વાહનવ્યવહાર વિભાગ કાર્યક્ષમ વાહનવ્યવહાર કાર્યપદ્ધતિ, વાહનોથી થતાં પ્રદુષણ પર નિયંત્રણ, ગુજરાતમાં વાહનોની નોંધણી, ડ્રાઇવીંગ લાઇસન્સ આપવા, વિવિધ પરમીટ આપવી, માર્ગ વેરા ઉઘરાવવા સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે. વાહનવ્યવહાર વિભાગ નીતિ ઘડતર, સંપર્ક સેતુ જાળવવાનું, અમલીકરણ, ગુજરાતમાં વાહનવ્યવહાર ક્ષેત્રને લગતાં દેખરેખ-નિયંત્રણ અને નિયમનકારી કાર્યો કરે છે.

નીતિ-નિયમો બનાવી તેના અમલીકરણ થકી વાહનવ્યવહાર વિભાગનું નિયમન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા થાય છે. વિભાગનું સંચાલન ટ્રાન્સપોર્ટ કમિશનર કરે છે, જેઓ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ(વાહનવ્યવહાર વિભાગ)ના વડા છે.

વાહનવ્યવહાર વિભાગ

શ્રી વિજયભાઇ રૂપાણી માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
શ્રી આર. સી. ફળદુ માનનીય કેબીનેટ મંત્રીશ્રી, વાહનવ્યવહાર વિભાગ
શ્રી ઈશ્વરભાઇ પટેલ માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી, વાહનવ્યવહાર વિભાગ
શ્રી કમલ કુમાર દયાણી (આઇ.એ.એસ.) અગ્ર સચિવશ્રી, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
શ્રી રાજેશ માંજુ (આઇ.એ.એસ.) કમિશ્નરશ્રી, વાહનવ્યવહાર વિભાગ

અમારો દૃષ્ટિકોણ

"લોકોને ઝડપ, સુરક્ષા, પર્યાવરણને અનુકૂળ હોવા સાથે ઈંધણની બચત કરી, વૃદ્ધિ અને વિકાસને વેગ આપવાની સાથેસાથે દેશ અને રાજ્યના હિતમાં સુવિધાયુક્ત અને કાર્યક્ષમ તેમજ સર્વજનલક્ષી વાહનવ્યવહાર સેવા પુરી પાડવી."

અમારું મિશન

 • માર્ગ સુરક્ષા સાથે સામાન્ય માનવીને પણ વાહનવ્યવહાર સંબંધીત સુવિધા પુરી પાડવી.
 • રાજ્યમાં કમ્પ્યુટરાઇઝ્ડ લર્નર્સ લાયસન્સ આપવાં.
 • રાજ્યમાં 4 KB SCOSTA આધારીત સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ આપવા.
 • આપ્ટિકલ-કાર્ડ વ્હિકલ રજીસ્ટ્રેશન બુક (VRC) આપવી.
 • કમ્પ્યુટરાઇઝ્ડ પરમીટ આપવી.
 • વાહનોનાં કમ્પ્યુટરાઇઝ્ડ ફિટનેસ સર્ટિફિકેટ આપવાં.
 • ઇ-પેમેન્ટ સિસ્ટમનું અમલીકરણ
 • સ્ટેટ રજીસ્ટર બનાવવું.
 • કમ્પ્યુટરાઇઝ્ડ ફોર્મમાં વાહનના હાઇપોથીકેશન(ગીરો) આપવા અને પૂર્ણ થવાની નોંધણી કરવી.
 • વેબ-આધારીત સોલ્યુશન અને એસએમએસ ગેટવેનું અમલીકરણ
 • ચેકપોસ્ટનું આધુનિકીકરણ કરવું
Back to Top