ડ્રાઇવિંગ લાયસન્સ

નવું લાઇસન્સ

 • નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.
 • અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અહીં મુલાકાત લોઃ https://parivahan.gov.in/parivahan/External website that opens in a new window
 • ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
 • ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
 • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
 • ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ.
 • સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.
 • લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
 • સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.

લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

 • નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
 • ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
 • પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
 • ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
 • જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
 • એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક અહીં ક્લિક કરો.

કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે

 • લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
 • જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
 • લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે. ના
 • ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટના બુકીંગ માટે અહીં ક્લિક કરો.External website that opens in a new window

ડ્રાઇવીંગ લાઇસન્સમાં વધારાની વાહનશ્રેણીનો ઉમેરો કરાવવા

દ્વીચક્રી વાહનના લાઇસન્સમાં વધારાની વાહનશ્રેણી ઉમેરવા માટે

 • અરજી માં અસલ ડ્રાઇવીંગ લાઇસન્સ સાથે રૂ.500ની ફી ભરવાની રહેશે, સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને રૂ.300 ડ્રાઈવીંગ ટેસ્ટ માટે ઓનલાઇન અરજી કરવી.
 • અરજીકર્તાએ લર્નીંગ લાઇસન્સ મેળવી લેવાનું રહેશે, પરંતુ તેને કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ અપાશે.
 • અરજીકર્તા લર્નીંગ લાઇસન્સ મેળવ્યાના 30 દિવસ બાદ ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા હાજર થઇ શકે છે.

એલ.એમ.વી. લાઇસન્સમાં વધારાની ટ્રાન્સપોર્ટ વાહન શ્રેણી ઉમેરવા માટે

 • ફોર્મ 8માં અરજીની સાથે અસલ ડ્રાઇવીંગ લાઇસન્સ જોડવું જરૂરી છે.
 • અરજીકર્તાની વય 20 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઇએ.
 • ઓછામાં ઓછું ધો.8 પાસ કરેલા હોવા જોઇએ.
 • એલ.એમ.વી.નો ઓછોમાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
 • અરજીકર્તાએ ફોર્મ 5માં માન્ય મોટર ટ્રેનીંગ સ્કૂલનું તાલીમ લીધાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
 • અરજી સાથે રૂ.50 ડ્રાઇવીંગ લાઇસન્સના, રૂ.200 સ્માર્ટ કાર્ડના અને પ્રત્યેક વાહનશ્રેણી મુજબ ડ્રાઇવીંગ ટેસ્ટ ફીના રૂ.300 ચૂકવવાના રહેશે.
 • નોંધ કરવું જરૂરી છે કે અરજીકર્તાએ લર્નીંગ લાઇસન્સ મેળવવું જરૂરી છે. પરંતુ તને કમ્પ્યુટર નોલેજ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ વાહન માટે બેઝ અથવા અધિકૃતતા મેળવવા

 • અરજીકર્તાએ ફોર્મ T.V.A.માં અરજી કરવી.
 • અરજીકર્તા 20 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ અને તે ઓછામાં ઓછું ધો.8 પાસ હોવો જોઇએ.
 • એલ.એમ.વી.નો ઓછોમાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
 • અધિકૃત મોટર ડ્રાઇવીંગ સ્કૂલનું તાલીમ લીધાનું પ્રમાણપત્ર અરજીકર્તાએ ફોર્મ નં.5 માં રજૂ કરવાનું રહેશે.
 • તેણે પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવેલું સારી વર્તણૂંકનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે.
 • આ હેતુ માટે તમામ શ્રેણીના વાહનો માટે રૂ.50 ની ફી ભરવાની રહેશે.

ટ્રાન્સપોર્ટ ડ્રાઇવીંગ લાઇસન્સમાં જોખમી માલસામાનની શ્રેણીનો ઉમેરો કરાવવા

 • અરજીકર્તાની વિગતો દર્શાવતી અરજી સાદા કાગળ ઉપર કરવાની રહેશે.
 • અરજી સાથે કેન્દ્ર કે રાજ્ય સરકારના અધિકૃત સેન્ટર ખાતેથી 3 દિવસની તાલીમનુ પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
 • ચાલકની વિગતો નોંધવા માટે(એન્ડોર્સમેન્ટ) રૂ. 100 ફી પેટે ચૂકવવા આવશ્યક છે.
 • એન્ડોર્સમેન્ટ એક વર્ષ માટે આપવામાં આવે છે.

ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ(પુનઃ માન્યતા) / નકલ

 • ડ્રાઇવીંગ લાઇસન્સની તેમાં લખાયેલી તારીખ સુધી માન્ય ગણાશે.
 • ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ માટે વધારાના 30 દિવસની છૂટ આપવામાં આવશે.
 • જો ડ્રાઇવીંગં લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ રિન્યુઅલ માટે સમયમર્યાદા પૂર્ણ થતી હોય તે તારીખના પાંચ વર્ષ દરમિયાન આવે તો તેને ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ લાઇસન્સ રિન્યુઅલ કરાવ્યા તારીખથી માન્ય થઇ જાય છે.
 • ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ માટે ઓનલાઇન અરજી કરવા ની રહૅશે. https://parivahan.gov.in/parivahan/ External website that opens in a new window
 • જો અરજીકર્તાની ઉંમર 50 વર્ષથી વધુ હોય તો વાહનના ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ વખતે ફોર્મ 1-એ PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(51kb) માં મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવું આવશ્યક છે.
 • જો સમયગાળાની અંદર જ અરજી કરવાની હોય તો રૂ.200 ની ફી સાથે સ્માર્ટ કાર્ડ ફીના રૂ.200 ચૂકવવાના રહેશે.
 • સમયમર્યાદામાં વિલંબના પ્રતિ વર્ષ વધારાની રૂ.1000 ફી ભરવાની રહેશે.
 • રાજ્યના કે આરટીઓના અસલ ડ્રાઇવીંગ લાઇસન્સના કેસમાં જે તે આરટીઓનું એનઓસી રજૂ કરવાનું રહેશે.

ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા

 • ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા ઓનલાઇન અરજી કરવા ની રહૅશે
 • જેમાં અસલ ડ્રાઇવીંગ લાઇસન્સ અને રૂ.200 ફી ભરવાની રહેશે.
 • અરજીકર્તા અસલ સ્માર્ટ કાર્ડનો નંબર ભૂલી ગયા હોય તો તેવા સંજોગોમાં તે તેની માહિતી મેળવવા અરજી કરી શકે છે, આ અરજીમાં તેણે પોતાનું નામ, સરનામું, જન્મતારીખની સાથે રૂ.25 ફી ભરાવાની રહેશે.
 • ડ્રાઇવીંગ લાઇસન્સમાં નામ, સરનામું વિગેરે બદલાવવું હોય તો સાદા કાગળ ઉપર સ્માર્ટ કાર્ડ સાથે રૂ.200 ફી ભરવી જરૂરી છે.
 • અરજી સાથે લાઇસન્સ આપનાર મૂળભૂત અધિકૃત તંત્રનું એનઓસી જોડવાનું રહેશે.

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરવાનો (IDP)

 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ફોર્મ 4(એ) PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(61kb) માં અરજીની સાથે ફોર્મ 1(એ) PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(51kb) માં મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવાનું રહેશે.
 • વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ. પાસપોર્ટ, વીઝાની નકલ અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અરજી સાથે જોડવા જરૂરી છે.
 • આ હેતુ માટે રૂ.1000 ની ફી ભરવાની રહેશે.
 • પરવાનો એક વર્ષના સમયગાળા માટે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સની માન્યતા પૈકી જે વહેલું હોય તેટલા સમય માટે આપવામાં આવે છે.
 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ડુપ્લિકેટ(નકલ) કે રિન્યુઅલ કરવામાં નહીં આવે.
 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રિન્યુઅલ કરવામાં નહીં આવે.
 • એ નોંધવું જરૂરી છે કે આવા લાઇસન્સ માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને તમણે આરટીઓમાં પ્રત્યક્ષ ઉપસ્થિત થવાનું રહેશે.

ડ્રાઇવીંગ લાઇસન્સ આપવું

અરજીકર્તાને લર્નીંગ લાઇસન્સ જે દિવસે તે નોલેજ ટેસ્ટ માટે રૂબરૂ આવે ત્યારે તે જ દિવસે મળી જશે.

 • ડ્રાઇવીંગ લાઇસન્સ સ્પીડ પોસ્ટથી External website that opens in a new window અરજીકર્તા દ્વારા અરજીમાં દર્શાવવામાં આવેલા સરનામે મોકલવામાં આવશે.
 • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરવામો અરજીકર્તાને રૂબરૂ આપવામાં આવશે.
Back to Top