વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન-૧ કાચું લાઇસન્‍સ લેવું ફરજિયાત છે ? સીધુ પાકું લાઇસન્‍સ ન મળે ?
ઉત્તર - ના, સૌપ્રથમ શિખાઉ લાઇસન્‍સ મેળવવું ફરજિયાત છે ત્‍યાર બાદ પાકું લાઇસન્‍સ મળી શકે છે.
પ્રશ્ન-૨ શિખાઉ લાઇસન્‍સ કોને મળી શકે ? અને તેની લાયકાત શી છે ?
ઉત્તર - શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હોય, ૧૮ વર્ષ પૂરાં કર્યાં હોય તેવી વ્‍યક્તિ કાચા લાઇસન્‍સ માટે ફોર્મ નં-૧-૧એમાં અરજી કરી શકે છે. અલબત્ત ૧૬થી ૧૮ વર્ષ પૂંરા કરેલાં બાળકોને વાલીની લેખિત સંમતિ આપે તો મોટરસાયકલનું ગિયર વગરનું કાચું લાઇસન્‍સ મેળવી શકે છે.
પ્રશ્ન-૩ કાચું લાઇસન્‍સ મેળવવા કયા દસ્‍તાવેજો આપવાના રહે છે ? તથા કેટલો ખર્ચ કરવો પડે છે ?
ઉત્તર - કાચું લાઇસન્‍સ મેળવવા માટે બે પાસપોર્ટ સાઇઝના તાજા ફોટા, ઉંમરની સાબિતી અંગેનું પ્રમાણપત્ર તથા સરનામાની સાબિતી રજૂ કરવાની રહેશે. કાચા લાઇસન્‍સના દરેક વર્ગ માટે ફી રૂ. ૩૦/- તથા ટેસ્‍ટ ફી રૂ. ૨૫/- ભરવાની રહેશે. દા.ત. મોટરસાયકલ, કાર તથા પેસેન્‍જર ઓટો રિક્ષાનું લાઇસન્‍સ મેળવવા માટે રૂ. ૨૫ ટેસ્‍ટ ફી તથા ત્રણ કાચા લાઇસન્‍સની ફી ૯૦/-કુલ રૂ. ૧૧૫-૦૦ ભરવાના રહેશે.
પ્રશ્ન-૪ કાચા લાઇસન્‍સ માટે ટેસ્‍ટ આપવી જરૂરી છે ?
ઉત્તર - હા, ટ્રાફિક નિયમોનું અરજદારને જ્ઞાન હોવું જરૂરી છે તેથી મૌખિક ટેસ્‍ટ આપી કાચું લાઇસન્‍સ મેળવી શકે છે.
પ્રશ્ન-૫ કાચું લાઇસન્‍સ કેટલા સમય માટે અમલી હોય છે ? અને તે રિન્‍યુ થઈ શકે છે કે કેમ ?
ઉત્તર - કાચું લાઇસન્‍સ છ માસ માટે અમલી હોય છે અને રૂ. ૩૦/- રિન્‍યુ માટેની ફી ભરવાથી કાચું લાઇસન્‍સ રિન્‍યુ થઈ શકે છે.
પ્રશ્ન-૬ પાકું લાઇસન્‍સ મેળવવા માટે શી કાર્યવાહી કરવી પડે છે ? અને ફીનું ધોરણ શું છે ?
ઉત્તર - કાચું લાઇસન્‍સ મેળવ્‍યા પછી ૩૦ દિવસ પછી ફોર્મ નં-૪ ભરી પાકા લાઇસન્‍સ માટે ટેસ્‍ટ આપી શકાય છે. કાચું લાઇસન્‍સ બે ફોટા સાથે ફી રૂ. ૨૦૦+૫૦ કુલ રૂ. ૨૫૦/- ભરી વાહનનો ટેસ્‍ટ આપી પાકું લાઇસન્‍સ મેળવી શકાય છે.
પ્રશ્ન-૭ ડ્રાઇવિંગ લાઇસન્‍સ રિન્‍યુ કરાવવા શી વિધિ કરવી પડે છે ? અને અરજદારને રૂબરૂમાં આવવું ફરજિયાત છે ? અને કેટલી મુદત માટે રિન્‍યુ કરવામાં આવે છે ?
ઉત્તર - ડ્રાઇવિંગ લાઇસન્‍સ રિન્‍યુ કરાવવા માટે ફોર્મ નં-૯ ભરવું ફરજિયાત છે. જો અરજદારની ઉંમર ૫૦ વર્ષ કરતાં વધારે હોય તો મેડિકલ સર્ટિફિકેટ બીડવું જરૂરી છે. ત્‍યાર બાદ લાઇસન્‍સ સમયસર રિન્‍યુ હોય તો રૂ. ૨૦૦/- ફી ભરવાની રહેશે પરંતુ જો સમયમર્યાદા વીતી જાય તો પ્રત્‍યેક વર્ષ અથવા તેના ભાગ માટે વધારાના રૂ. ૫૦/- ભરવાના રહેશે. જો ડ્રાઇવિંગ લાઇસન્‍સ નોન-ટ્રાન્‍સપોર્ટ હોય તો અરજદારની ઉંમર ૫૦ વર્ષની થાય ત્‍યાં સુધીનું રિન્‍યુ કરવામાં આવે છે. અને જો ૫૦ વર્ષ પૂરાં થઈ ગયેલાં હોય તો ત્‍યાર બાદ પાંચ વર્ષ માટે રિન્‍યુ કરવામાં આવે છે પરંતુ જો વાહન ટ્રાન્‍સપોર્ટ વાહનનું હોય તો આવા લાઇસન્‍સ ત્રણ વર્ષ માટે રિન્‍યુ કરવામાં આવે છે.
પ્રશ્ન-૮ ડ્રાઇવિંગ લાઇસન્‍સ ખોવાઈ જાય તો ડુપ્‍લિકેટ મળી શકે છે ? ડુપ્‍લિકેટ મેળવવા શું શું કરવું પડે છે ? અને તેની ફી કેટલી છે ?
ઉત્તર - ડ્રાઇવિંગ લાઇસન્‍સ ખોવાઈ જાય તો ડુપ્‍લિકેટ મળી શકે છે. એલએલડી ફોર્મમાં અરજી કરી ડુપ્‍લિકેટ લાઇસન્‍સ ફી રૂ. ૨૦૦/- ભરી સ્‍માર્ટ કાર્ડ લાઇસન્‍સ મેળવી શકે છે.
પ્રશ્ન-૯ બેજ મેળવવા માટે શી લાયકાત છે ? અને કયા દસ્‍તાવેજોની જરૂરિયાત છે ?
ઉત્તર - અરજદારે બેજ મેળવવા સંબંધિત વાહનના પ્રકારનું વાહન મેળવવું જરૂરી છે. ટેક્સી અને હેવી રિક્ષા બેજ માટે એક વર્ષના અનુભવની જરૂરિયાત છે અને બેજ માટે સારા ચરિત્રનું પોલીસ પ્રમાણપત્ર સી.એમ.વી.આર.-૧૮ મુજબ બીજા પૂરાંવા પણ રજૂ કરી શકાય છે. બીડવાના રહેશે. ફોર્મ ટીવીએ ભરી ફી રૂ. ૫૦/- ભરી અધિકારી સમક્ષ મૌખિક ટેસ્‍ટ આપી બેજ મેળવી શકે છે.
પ્રશ્ન-૧૦ ડ્રાઇવિંગ લાઇસન્‍સ વગર વાહન ચલાવવાથી કેટલો દંડ થઈ શકે છે ?
ઉત્તર - ડ્રાઇવિંગ લાઇસન્‍સ વગર વાહન ચલાવવું ગુનો બને છે અને તે માંડવાળ માટે રૂ. ૩૦૦/- દંડ ભરવો પડે છે. તેમ જ લાઇસન્‍સ વગર અકસ્‍માત થાય તો ઇન્‍સ્‍યોરન્‍સ કંપની ક્લેઇમ પાસ કરતી નથી.
પ્રશ્ન-૧૧ અકસ્‍માત થાય ત્‍યારે ડ્રાઇવરની શી ફરજ છે ?
ઉત્તર - અકસ્‍માત થાય ત્‍યારે ડ્રાઇવરે ઘાયલ વ્‍યક્તિને તાત્‍કાલિક હોસ્પિટલ લઈ જઈ નજીકના પોલીસ સ્‍ટેશને અકસ્‍માતની જાણ કરવી.
પ્રશ્ન-૧૨ હંગામી રજિસ્‍ટ્રેશન એટલે શું ? સીધેસીધું પરમેનન્‍ટ રજિસ્‍ટ્રેશન મેળવી શકાય કે કેમ ?
ઉત્તર - કોઈ પણ વાહનને રોડ ઉપર લાવતાં પહેલાં વાહનનું હંગામી અથવા કાયમી રજિસ્‍ટ્રેશન મેળવવું જરૂરી છે તેમ જ વીમો લેવો જરૂરી છે. હંગામી રજિસ્ટ્રેશન વાહનને પાસિંગ અર્થે ડીલરને ત્‍યાંથી આર.ટી.ઓ. લઈ જવા અપાય છે.
પ્રશ્ન-૧૩ નોન-ટ્રાન્‍સપોર્ટ વાહનને કાયમી રજિસ્‍ટ્રેશન મેળવવા શું કરવું જોઈએ ?
ઉત્તર - નોન-ટ્રાન્‍સપોર્ટ વાહનને કાયમી રજિસ્‍ટ્રેશન મેળવવા માટે સેલ લેટર ફોર્મ નં-૨૧ અને ૨૨ વીમો તથા સરનામાની સાબિતી રજૂ કરવી હંગામી રજિસ્‍ટ્રેશન મેળવી ફોર્મ નં-૨૦ ભરી, કર ભરવાનો રહેશે. ત્‍યાર બાદ ફરજ ઉપરના મોટરવાહન નિરીક્ષકને વાહન તપાસણી અર્થે રજૂ કાયમી રજિસ્‍ટ્રેશન નંબર મેળવી શકાય છે.
પ્રશ્ન-૧૪ ટ્રાન્‍સપોર્ટ વાહનને કાયમી રજિસ્‍ટ્રેશન મેળવવા શી કાર્યવાહી કરવાની હોય છે ‍?
ઉત્તર - સેલ લેટર, રોડ વર્ધીનેશ સર્ટિફિકેટ, વીમો રજૂ કરી ટ્રાન્‍સપોર્ટ વાહનનું હંગામી રજિસ્‍ટ્રેશન મેળવી, ફોર્મ નં-૨૦ ભરવું અને ફોર્મ સીએફએ ફોર્મ ભરી, રજિસ્‍ટ્રેશન ફી, પાસિંગ ફી તથા ટેક્સ ભર્યા બાદ વાહન મોટરવાહન નિરીક્ષકને તપાસણી અર્થે રજૂ કર્યા બાદ કાયમી રજિસ્‍ટ્રેશન નંબર મેળવી શકાય છે.
પ્રશ્ન-૧૫ પસંદગી નંબર મેળવવા માટે શું કરવું ?
ઉત્તર - પસંદગીનો નંબર મેળવવા માટે સ્‍કૂટર માટે રૂ. ૫૦૦/-, કાર માટે રૂ. ૩૦૦૦/- તથા ટ્રાન્‍સપોર્ટ વાહન માટે રૂ. ૫૦૦૦/- ભરી પસંદગીનો નંબર મેળવી શકાય છે.
પ્રશ્ન-૧૬ જૂનું ટ્રાન્‍સપોર્ટ વાહનના પાસિંગ કરાવવા માટે શું કરવું ?
ઉત્તર - જૂનું ટ્રાન્‍સપોર્ટ પાસિંગ કરાવતી વખતે સીએફઆરએ ફોર્મ ભરી ફી ભરવી ત્‍યાર બાદ રજિસ્‍ટ્રેશન બુક, પરમિટ, વીમો તથા ફિટનેસ મોટરવાહન નિરીક્ષક તપાસણી અર્થે રજૂ કરી વાહન પાસ કરાવી શકાય છે.
પ્રશ્ન-૧૭ નોન-ટ્રાન્‍સપોર્ટ વાહન પાસ કરાવવા માટે શું કરવું ?
ઉત્તર - છ કરતાં વધારે સીટિંગ કેપેસિટીવાળા નોન-ટ્રાન્‍સપોર્ટ વાહન પાસ કરાવવા ફોર્મ નં-૨૫માં ફી ભરી, રજિસ્‍ટ્રેશન બુક, વીમો, તથા પી.યુ.સી. સાથે મોટરવાહન નિરીક્ષક સમક્ષ રજૂ કરી પિરિયોડિકલી ઇન્‍સ્‍પેક્શન સર્ટિફિકેટ રિન્‍યુ કરાવી શકાય છે. જે રિન્‍યુ કરાવવું ફરજિયાત છે.
પ્રશ્ન-૧૮ ડુપ્‍લિકેટ રજિસ્‍ટ્રેશન બુક ખોવાઈ જાય તો શું કરવું ?
ઉત્તર - રજિસ્‍ટ્રેશન બુક ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્‍ટેશને જાણ કરી તેનો રિપોર્ટ તથા ફોર્મ નં-૨૬ ભરી નિયત ફી વાહનના પ્રકાર અનુસાર ભરી ડુપ્‍લિકેટ રજિસ્‍ટ્રેશન બુક મેળવી શકાય છે.
પ્રશ્ન-૧૯ નવું વાહન ક્યાંથી લેવું જોઈએ ? ડીલર કે દલાલ પાસેથી ?
ઉત્તર - નવું વાહન હંમેશાં કંપનીના અધિકૃત ડીલર પાસેથી ખરીદવું હિતાવહ છે.
પ્રશ્ન-૨૦ વાહન અન્‍ય રાજ્યમાં લઈ જવા માટે શું કરવું ?
ઉત્તર - વાહન માલીકે ફોર્મ નં-૨૮માં વાંધારહિત પ્રમાણપત્ર (એન.ઓ.સી.) મેળવવા અરજી કરવી અને રજિસ્‍ટ્રેશન ઓથોરિટીને વાહન કોઈ ગુનામાં સંડોવાયેલું નથી તે અંગેનો પોલીસ રિપોર્ટ આપવાથી વાંધારહિત પ્રમાણપત્ર (એન.ઓ.સી.) મળી શકે છે.
પ્રશ્ન-૨૧ વાહન ટ્રાન્‍સફર કરાવવા શું કરવું ?
ઉત્તર - અરજદારે ફોર્મ-૨૯ની બે નકલમાં વાહન વેચનારની સહી મેળવી અને ફોર્મ નં-૩૦માં વાહન વેચનાર તથા વાહન ખરીદનારે સહી કરી, રજિસ્‍ટ્રેશન બુક, વીમો, અરજદારનાં સરનામાની સાબિતી, પીયુસી વગેરે દસ્‍તાવેજો સાથે નિયત ફી ભરવાથી વાહન અરજદારના નામે ટ્રાન્‍સફર થઈ જાય છે.
નોંધ - વેચનાર વાહનમાલીકે ફોર્મ નં-૨૯ની એક નકલ આર.ટી.ઓ.માં જાતે રજિસ્ટ્રેશન પોસ્‍ટથી અથવા રૂબરૂ એક્નોલેજમેન્‍ટ મેળવીને રજૂ કરવું જોઈએ.
પ્રશ્ન-૨૨ વાહનમાલિક અવસાન પામ્યા હોય તો વાહન કઈ રીતે ટ્રાન્‍સફર કરવું ?
ઉત્તર - વાહનમાલિકના વારસદારે ફોર્મ-૩૧ ભરી, રજિસ્‍ટ્રેશન બુક, વીમો, મરણનું પ્રમાણપત્ર, પીયુસી તથા સોગંદનામું રજૂ કરી જરૂરી ફી ભરવાથી વાહન અરજદારના નામે થઈ શકે છે.
પ્રશ્ન-૨૩ વાહન જાહેર હરાજીમાં ખરીદેલું હોય તેવું વાહન ટ્રાન્‍સફર કરવા શું કરવું ?
ઉત્તર - અરજદારે વાહન ટ્રાન્‍સફર કરવા ફોર્મ નં-૩૨ ભરવું, રજિસ્‍ટ્રેશન બુક, અરજદારના નામનો વીમો, સરનામાની હરાજીથી વાહન વેચ્‍યાનો ઓર્ડર તથા પૈસા ભર્યાની રસીદ, સાબિતી, વીમો વગેરે દસ્‍તાવેજો સાથે જરૂરી ફી ભરવાથી વાહન અરજદારના નામે ટ્રાન્‍સફર થઈ જાય છે.
પ્રશ્ન-૨૪ વાહનનું સરનામું બદલવા માટે શી વિધિ કરવી પડે છે ?
ઉત્તર - વાહનનું સરનામું બદલવા ફોર્મ નં-૩૩ ભરવું, રજિસ્‍ટ્રેશન બુક, અરજદારના નામે ચાલું વીમો, પીયુસી વગેરે દસ્‍તાવેજો સાથે જરૂરી ફી ભરવાથી વાહનના સરનામામાં ફેરફાર થઈ જાય છે.
પ્રશ્ન-૨૫ ઓથોરાઇઝ ટેસ્‍ટિંગ મેળવવા શું કરવું ?
ઉત્તર - અરજદારે ફોર્મ નં-૪૦માં જરૂરી વિગતો ભરી તથા માહિતી સહીત દસ્‍તાવેજો રજૂ કરી જરૂરી ફી ભરવાથી ઓથોરાઇઝ ટેસ્‍ટિંગ માટેનો પરવાનો મળી શકે છે.
પ્રશ્ન-૨૬ ટુરિસ્‍ટ પરમિટ મેળવવા માટે શું કરવું ?
ઉત્તર - અરજદારે પ્રથમ આર.ટી.ઓ. પાસેથી ટુરિસ્‍ટ વ્‍હિકલ તરીકેનું પ્રમાણપત્ર તથા સીટિંગ લે-આઉટનો પ્રમાણિત પ્‍લાન સહિત ફોર્મ નં-૪૫ તથા ૪૬ ભરી જરૂરી દસ્‍તાવેજો રજૂ કરી નિયત ફી ભરવાથી ટુરિસ્‍ટ પરમિટ મળી શકે છે. આ અરજી વાહનવ્‍યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે રજૂ કરવી.
પ્રશ્ન-૨૭ નેશનલ પરમિટ મેળવવા તથા ઓથોરાઇઝેશન મેળવવા શું કરવું ?
ઉત્તર - અરજદારે ફોર્મ નં-૪૬ તથા ૪૮ ભરવું અને જરૂરી દસ્‍તાવેજો રજૂ કરી તથા જરૂરી ફી ભરવાથી નેશનલ પરમિટ તથા ઓથોરાઇઝેશન મેળવી શકાય છે. તથા જે રાજ્યો માટેની પરમિટ માગી હોય તે રાજ્યોનો કંપોજિટ ટેક્સીનો ડિમાન્‍ડ ડ્રાફ્ટ અરજી ફોર્મ સાથે રજૂ કરવા.
પ્રશ્ન-૨૮ બિલ ઓફ લોડિંગ શું છે ? અને કોને રાખવું પડે છે ?
ઉત્તર - બિલ ઓફ લોડિંગ કંપની તરફથી કન્‍સાઇનરને ઈશ્યૂ થતો દસ્‍તાવેજ છે અને આ દસ્‍તાવેજો નેશનલ પરમિટ હોલ્‍ડરને રાખવું ફરજિયાત છે.
પ્રશ્ન-૨૯ વાહનનો વીમો શા માટે લેવો જરૂરી છે ?
ઉત્તર - વાહનને જો અકસ્‍માત થાય તે સંજોગોમાં ક્લેઇમ ચુકવણીની જવાબદારી વીમા કંપની લે છે તે માટે વીમો જરૂરી છે. રાહદારીના જાનમાલના જોખમ સામેના રક્ષણનો થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે.
પ્રશ્ન-૩૦ ફોર્મની કિંમત છે ?
ઉત્તર - ના.
કચેરીને લગતી દરેક પ્રકારની કામગીરી અને માહિતીપત્રક વાંચવા માટે તથા દરેક પ્રકારના ફોર્મ કચેરીના નાગરિક સુવિધા કેન્‍દ્ર પરથી વિનામૂલ્‍યે આપવામાં આવે છે.
પ્રશ્ન-૩૧ અરજી ફોર્મ પ્રિન્‍ટેડ હોય તો તેની ઝેરોક્સ નકલ કરી રજૂ કરી શકાય ?
ઉત્તર - હા.
અરજી ફોર્મ પ્રિન્‍ટ કરેલી હોય તો તેની પરમિશન ઝેરોક્સ વેલિડ ગણાય છે.
પ્રશ્ન-૩૨ ઓફિસમાં કામે આવતી મોટરિંગ પબ્લિકને કઈ કઈ સવલતો આપવામાં આવે છે ?
ઉત્તર - અત્રેની કચેરીમાં કામ માટે આવતી મોટરિંગ પબ્લિકને પીવાનું પાણી ચોખ્‍ખું અને ઠંડું મળી રહે તેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બેસવા માટે નાગરિક સુવિધા કેન્‍દ્રમાં ટેબલ અને ખુરશીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઓફિસના કામે આવતી જાહેર જનતાને ઓફિસ કામની માહિતી કચેરીના જનસંપર્ક અધિકારી દ્વારા વિગતે માર્ગદર્શન આપવામાં આવે છે. ઓફિસમાં કઈ શાખા કયા નંબરમાં આવેલી છે અને કયા કયા પ્રકારની કામગીરી થાય છે. તે માટે દરેક રૂમ આગળ નંબરો અને શાખાનું નામ લખવામાં આવ્યું છે. દરેક પ્રકારના અરજીના નિકાલ માટે ચોક્કસ ફીનું ધોરણ દર્શાવતાં બોર્ડ મોટરિંગ પબ્લિક જોઈ શકે તે રીતે ઓફિસમાં મૂકવામાં આવ્યા છે.
પ્રશ્ન-૩૩ હેલ્મેટ ફરજિયાત પહેરવાની જોગવાઈ કયા કાયદા/ નિયમો હેઠળ અમલમાં લાવવામાં આવી છે ? સંપૂર્ણ જોગવાઈ દશાર્વવી, આ જોગવાઈ ક્યારથી અમલમાં છે ?
ઉત્તર - કેન્દ્ર સરકારના મોટરવાહન અધિનિયમ,૧૯૮૮ની કલમ-૧૨૯ અને તે હેઠળ બનાવેલા ગુજરાત મોટરવાહન નિયમો, ૧૯૮૯ના નિયમ-૧૯૩ હેઠળ બે પૈડાંવાળાં મોટરવાહનો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાની જોગવાઈ કરવામાં આવી છે ( કલમ-૧૨૯ અને નિયમ-૧૯૩ની નકલ સામેલ છે).
રાજ્ય સરકારના તા. ૩૧-૮-૨૦૦૪ના જાહેરનામાથી બે પૈડાંવાળાં મોટરવાહનના ચાલક માટે રાજ્યના ધોરીમાર્ગો પર હેલ્મેટ પહેરવાની જોગવાઈ ફરજિયાત બનાવી હતી. ત્યાર બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો સ્પે.સી.એ.નં.૧૩૩૦૮માંના ચૂકાદાઓ અને તેની ૫૦ સી.સી. સુધીના બે પૈડાંવાળાં મોટરવાહનો માટે તેમ જ અન્ય બે પૈડાંવાળાં મોટરવાહનના ચાલકની પાછળ બેસનાર ૧૨ વર્ષ સુધીના બાળકો અને મહિલાઓને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપીને બાકીના માટે સમગ્ર રાજ્યમાં તા.૧-૧૨-૨૦૦૫થી હેલ્મેટની જોગવાઈ ફરજિયાત અમલી બની છે.
પ્રશ્ન-૩૪ હેલ્મેટ પહેરવાનું કોના માટે ફરજિયાત બનાવ્યું છે ? કોઈને મુક્તિ આપવામાં આવી છે ? જો હા, તો તેની વિગતો શી છે ?
ઉત્તર - મોટરવાહન અધિનિયમ,૧૯૮૮ની કલમ ૧૨૯ મુજબ પાઘડીવાળા શીખચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે.
રાજ્ય સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સ્પે.સી.એ.નં.૧૩૩૦૮/૨૦૦૪ (સુઓમોટો) એમ.સી.એ.નં. ૧૧૦૪/૨૦૦૫ અને ૧૭૨૪/૨૦૦૫ દાખલ કરીને સબળ રજૂઆતો કરતાં હાઈવે સિવાય હેલ્મેટનો અમલ તા.૩૦-૧૧-૨૦૦૫ સુધી મોકુફ રખાવ્યો હતો અને છેવટે ૫૦ સી.સી. સુધીનાં બે પૈડાંવાળાં વાહનો માટે તેમ જ અન્ય દ્વિચક્રી વાહનચાલકોની પાછળ સવારી કરનાર ૧૨ વર્ષ સુધીનાં બાળકો તેમ જ મહિલાઓ માટે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મળી છે.
પ્રશ્ન-૩૫ હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાની રાજ્ય સરકારને સત્તા છે ? જો હા, તો કાયદા / નિયમો હોય તો તેની વિગતો આપવી.
ઉત્તર - હા, જી.
મોટર વ્હિકલ એકટ,૧૯૮૮ની કલમ-૧૨૯ હેઠળ રાજ્ય સરકાર યોગ્ય લાગે એવા અપવાદોની નિયમો દ્વારા જોગવાઈ કરી શકે છે, પરંતુ આવા અપવાદોથી કાયદાનો મૂળ હેતુ માર્યા જાય તેવી જોગવાઈ કરી શકે નહિ.
પ્રશ્ન-૩૬ હેલ્મેટ પહેરવાની જોગવાઈ શા માટે ફરજિયાત બનાવવામાં આવી છે ? આવી જોગવાઈ રાજ્ય નાગરિકો માટે ફરજિયાત અમલી ન બનાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે કોઈ પ્રયાસો કરેલ છે ? જો હા તો વિગતો આપવી (હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ કેસોમાં રાજ્ય સરકારે કરેલી રજૂઆત વગેરે સંદર્ભમાં).
ઉત્તર - મોટરવાહન અધિનિયમ,૧૯૮૮ની કલમ-૧૨૯ મુજબ પાઘડીવાળા શીખો સિવાયની વ્યક્તિઓ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.
આવી જોગવાઈ ફરજિયાત રાજ્યના નાગરિકો માટે અમલી ન બનાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે અદાલતોમાં નીચે મુજબ રજૂઆતો કરી હતી --
ક્રમવિગતતારીખ
નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં એમ.સી.એ.નં. ૧૧૦૪/૨૦૦૫ દાખલ કરી હાઈવે સિવાય તા. ૩૧-૮-૨૦૦૫ સુધી હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મેળવી. ૧૫/૬/૨૦૦૫
ફરીથી નામદાર હાઈ કોર્ટમાં એમ.સી.એ.નં. ૧૭૨૪/૨૦૦૫ દાખલ કરી હાઈવે સિવાય તા. ૩૦-૧૧-૦૫ સુધી હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મેળવી. ૭/૯/૨૦૦૫
નામ.સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન નં. ૨૩૯૯૩/૨૦૦૫ દાખલ કરી રાજ્યમાં હેલ્મેટની જોગવાઈનો તબક્કાવાર અમલ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેમા સફળતા મળી નહિ.  
પ્રશ્ન-૩૭ હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ/શિક્ષાની જોગવાઈ કેટલી છે ?
ઉત્તર - ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા નં.જી.જી.-૨૦૦૨-૨૦૯૭-૨૩૦૭-ખ, તા.૨૨-૨-૨૦૦૨ મુજબ હેલ્મેટ નહીં પહેરવા અંગે કલમ-૧૭૭ મુજબ માંડવાળ ફી રૂ.૧૦૦/- ઠરાવવામાં આવી છે. જે જે દંડ સ્થળ પર વસૂલ કરવાની સત્તા આસિસ્ટન્ટ મોટરવાહન ઇન્સ્પેક્ટર તથા ઉપરના દરજ્જાના અધિકારીને પણ આપવામાં આવે છે.
પ્રશ્ન-૩૮ જાન્યુ.૨૦૦૬ની સ્થિતિએ માસવાર છેલ્લા એક વર્ષમાં હેલ્મેટની જોગવાઈના ભંગ બદલ કેટકેટલા દંડ કોના દ્વારા લેવામાં આવ્યા છે ? આ રકમનો શો ઉપયોગ કરવામાં આવે છે ? પોલીસ આરટીઓની વિગતો અલગ આપવી).

ઉત્તર - જાન્યુઆરી-૨૦૦૬ની સ્થિતિએ માસવાર છેલ્લા એક વર્ષમાં હેલ્મેટની જોગવાઈના ભંગ બદલ કરવામાં આવેલા દંડની વિગતો દશાર્વતું પત્રક.

ક્રમ માસ આરટીઓ દ્વારા રિપોર્ટ કેસોની સંખ્યા (રૂપિયા) આરટીઓ દ્વારા લીધેલી માંડવાળ રકમ (રૂપિયા)
જાન્યુઆરી-૦૫ ૨૩૧ ૨૯,૦૦૦
ફેબ્રુઆરી-૦૫ ૪૬૦ ૬૪,૧૫૦
માર્ચ-૦૫ ૩૧૩ ૧,૨૯,૯૫૭
એપ્રિલ-૦૫ ૩૬૧ ૭૫,૯૬૦
મે-૦૫ ૩૪૪ ૫૫,૧૦૦
જૂન-૦૫ ૮૯૨ ૧,૭૫,૫૦૦
જુલાઈ-૦૫ ૧,૪૬૩ ૨,૪૬,૧૭૫
ઓગસ્ટ-૦૫ ૧,૧૨૫ ૨,૦૮,૭૦૦
સપ્ટેમ્બર-૦૫ ૫,૪૪૭ ૬,૦૧,૭૨૫
૧૦ ઓક્ટોબર-૦૫ ૨,૬૮૫ ૩,૫૨,૫૦૦
૧૧ નવેમ્બર-૦૫ ૫,૯૩૭ ૫,૭૫,૩૦૦
૧૨ ડિસેમ્બર-૦૫ ૧૧,૩૪૬ ૧૪,૧૨,૪૦૦
૧૩ જાન્યુઆરી-૦૬ ૩,૨૭૪ ૭,૭૭,૪૫૦
૧૪ ફેબ્રુઆરી-૦૬ ૨,૪૭૩ ૩,૫૫,૨૦૪
કુલ ૩૬,૩૫૧ ૫૦,૫૯,૧૨૧

આ રકમનો મોટરવાહન ૦૦૪૧ના સદર હેઠળ સરકારમાં ચલણથી જમા કરવામાં આવે છે. આ રકમ આર.ટી.ઓ.તરફથી આઇ.એમ.વી. ફી તરીકે જમા થાય છે.

લર્નીંગ લાઇસન્સ
Q:

શું લર્નર લાઇસન્સ માટે મેડીકલ સર્ટીફિટેક ફરજીયાત છે ?

Arrow
A:

નોન ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરનાર 50 વર્ષથી ઓછી વયના અરજદારો માટે મેડીકલ સર્ટીફીકેટ ફરજીયાત નથી. જોકે 50 વર્ષથી વધુ ઉંમરના અરજદારો માટે ફોર્મ – 1એમાં મેડીકલ સર્ટીફીકેટ આપવું જરૂરી છે.

ટ્રાન્સપોર્ટ વાહન માટે ડ્રાઈવીંગ લાઇસન્સની અરજી કરનાર તમામ અરજીકર્તાઓએ મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવું ફરજીયાત છે.

Arrow
Q:

લર્નર લાઇસન્સ માટે કોઇ વયમર્યાદા છે કે કેમ ?

Arrow
A:
 • ગીયર વિનાની 50 સીસી સુધીની એન્જીન ક્ષમતાની મોટરસાયકલ બાબતે અરજીકર્તાની વય 16 વર્ષ હોવી જોઇએ.
 • વાલી અથવા ગાર્ડીઅનની સંમતિ/એકરારનામું જરૂરી છે અને લાઇસન્સ આપનાર અધિકીરની હાજરીમાં સહી કરવાની રહે છે.
 • ગીઅર સહિતની મોટરસાયકલ અથવા લાઇટ મોટર વ્હિકલ માટે અરજીકર્તાની વય 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઇએ.
 • ટ્રાન્સપોર્ટ વાહન માટે લાઇટ મોટર વ્હિકલનો એક વર્ષનો ડ્રાઈવીંગનો અનુભવ.
 • ટ્રાન્સપોર્ટ વાહન માટે ફોર્મ CMV -1 અને 1એમાં મેડીકલ સર્ટીફીકેટ આપવું જરૂરી છે.
Arrow
Q:

લર્નર લાઇસન્સ માટેનો માન્ય સમયગાળો કેટલો ?

Arrow
A:

લર્નર લાઇસન્સ માટેનો માન્ય સમયગાળો 6 માસ છે.

Arrow
Q:

પ્રાથમિક કસોટી શું છે ? શું કોઇ છૂટ આપવામાં આવે છે કે કેમ

Arrow
A:
 • SSLC અથવા તેની સમકક્ષ પરીક્ષા અથવા તેનાથી વધુ અભ્યાસ કરનાર માટે લેખિત પરીક્ષા લેવાશે. જે બહુવૈકલ્પિક પ્રકારની રહેશે.
 • અન્ય વ્યક્તિઓ માટે મૌખિક પરીક્ષા છે.
 • મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર દ્વારા ટેસ્ટ લેવામાં આવશે.
 • કોઇપણ રાજ્યનાં લાઇસન્સ આપતા તંત્ર દ્વારા અથવા સુરક્ષાતંત્રના લાઇસન્સ તંત્ર દ્વારા અથવા વિદેશી લાઇસન્સ તંત્ર દ્વારા અપાયેલા ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા અરજીકર્તા.
Arrow
Q:

પ્રાથમિક કસોટીમાં કયા વિષય હોય છે ?

Arrow
A:
 • મોટર વ્હિકલ એક્ટની કલમ 118 હેઠળ આવતા ટ્રાફિકની નિશાનીઓ, ટ્રાફિક સિગ્નલો અને માર્ગ નિયમનના નિયમો.
 • અકસ્માતમાં મૃત્યુ અથવા વ્યક્તિને શારીરિક ઇજા થાય અથવા ત્રાહિત પક્ષકારની મિલકતને નુકસાન થયું હોય ત્યારે ડ્રાઇવરની જવાબદારીઓ.
 • માનવરહિત રેલવે ક્રોસિંગને પસાર કરતી વખતે રાખવાના સાવચેતીના પગલાં અને
 • વાહન ચલાવતી વખતે સાથે રાખવાના દસ્તાવેજો.
Arrow
Q:

પ્રાથમિક કસોટીમાં ‘નિષ્ફળ’ એ શું છે. ?

Arrow
A:

અરજીકર્તાને તેની અરજી દસ્તાવેજો સહિત પરત આપી દેવાય છે અને તે બીજા દિવસથી ફરીથી કસોટી આપી શકે છે.

Arrow
Q:

મોટર ડ્રાઇવીંગ સ્કૂલમાંથી ડ્રાઇવીંગની તાલીમ મેળવવી ફરજિયાત છે. ?

Arrow
A:

ના, ખાનગી અથવા બિન-વ્યાપારીક વાહનો માટે ફરજિયાત નથી.

વ્યાપારીક વાહનો માટે તે ફરજિયાત છે કારણ કે મોટર ડ્રાઇવીંગ સ્કૂલે ફોર્મ નં.5 કોમર્સીયલ ડ્રાઇવીંગ લાઇસન્સ દર્શાવવાનું હોય છે.

Arrow
Q:

લર્નર લાઇસન્સ ધારકે કયા સાવચેતીના પગલાં લેવા જોઇએ ?

Arrow
A:

લર્નર લાઇસન્સ ધારકે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ:

 • લર્નર લાઇસન્સ ધારકે કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા વ્યક્તિ પાસેથી તાલીમ લેવી જરૂરી છે.
 • લર્નીર લાઇસન્સ ધારકે લાલ રંગમાં Lની નિશાની દુરથી પણ દેખાય તે રીતે લગાવવી જરૂરી છે.
 • વ્યાપારીક હેતુ માટે ઉપયોગમાં લેવાતા વાહન માટે લર્નર લાઇસન્સ ધારકે સરકારી મોટર ડ્રાઇવીંગ સ્કૂલ અથવા સરકાર દ્વારા અધિકૃત મોટર ડ્રાઇવીંગ સ્કૂલ પાસેથી તાલીમ લેવાની રહે છે.
 • પ્રત્યક્ષ તાલીમ ઉપરાંત લર્નર લાઇસન્સ ધારકે વાહનની યાંત્રિક રચના અને સંચાલન, માર્ગની નિશાનીઓ અથવા નિશાનીઓ વિગેરેનો અભ્યાસ કરવો.
 • જો તમે કેવી રીતે દ્વીચક્રી વાહન ચલાવવું તેની તાલીમ લઇ રહ્યાં હોય તો વાહન પર પોતાની પાછળ ઇન્સ્ટ્રક્ટર સિવાય અન્ય કોઇને બેસાડી શકાય નહીં.
Arrow
ડ્રાઇવીંગ લાઇસન્સ
Q:

નવા ડ્રાઇવીંગ લાઇસન્સની ફી શું હોય છે.?

Arrow
A:
 • સ્માર્ટકાર્ડ લાઇસન્સ માટે રૂ.200
 • ડ્રાઇવીંગ ટેસ્ટ માટે રૂ.50
Arrow
Q:

ડ્રાઇવીંગ ટેસ્ટ શું છે(વાહન ચલાવવાની ક્ષમતાની કસોટી)?

Arrow
A:

મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ, 1989ના નિયમં નં.15માં દર્શાવવામાં આવેલી પદ્ધતિ મુજબ વાહન ચલાવવાની ક્ષમતાની કસોટી લેશે. વાહનચાલકનું સંતોષકારક કૌશલ્ય લાગે તો તે ડ્રાઇવીંગ લાઇસન્સ આપવાની ભલામણ કરશે. આસી. આર.ટી.ઓને સંતોષ થાય ત્યારે તેઓ ડ્રાઇવીંગ લાઇસન્સ આપવાનો આદેશ કરશે.

Arrow
Q:

ડ્રાઇવીંગ લાઇસન્સની માન્ય સમયમર્યા કેટલી?

Arrow
A:
 • નોન ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું લાઇસન્સ જે તારીખથી આપવામાં આવ્યું હોય તે તારીખથી અથવા પુનઃ માન્ય કરાયું હોય તેના 20 વર્ષના સમયગાળા માટે અથવા લાઇસન્સ ધારકની વય 50 વર્ષ થઇ હોય, તે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી માન્ય રહે છે., ત્યારે બાદ લાઇસન્સ પાંચ વર્ષ માટે પુનઃ માન્ય કરાવી શકાય છે.
 • ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે લાઇસન્સ તેને આપ્યાની ત્રણ વર્ષની સમયાવધિ સુધી માન્ય ગણવામાં આવે છે.
 • જોખમી અને અત્યંત સંવદેનશીલ માલસામાનની હેરપેર માટેના ટ્રાન્સપોર્ટ વાહનનું અધિકૃત લાઇસન્સ એક વર્ષ સુધી માન્ય રહે છે.
Arrow
Q:

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ શું છે? આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની અરજી કરવા કયા દસ્તાવેજો જરૂરી છે.?

Arrow
A:

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ વિવિધ ઝોન ઓફિસ ખાતેથી આપવામાં આવે છે. તેની માન્યતા એક વર્ષની હોય છે. તમે જે દેશની મુલાકાત લેવાના હોવ તે દેશનું લાઇસન્સ એક વર્ષ દરમિયાન મેળવી લેવાનું રહેશે.:-

 • માન્ય ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ
 • માન્ય એર ટિકિટની નકલ
 • માન્ય પાસપોર્ટની નકલ
 • માન્ય વીઝાની નકલ
 • ફી પેટે રૂ.500
 • પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ
Arrow
વાહનની નોંધણી
Q:

અન્ય રાજ્યનું વાહન ગુજરાત રાજ્યમાં મારે લાવવું હોય તો શું કરવું?

Arrow
A:

વાહનો જો રાજ્યની બહારથી ખરીદ કર્યાં હોય અને અન્ય રાજ્યમાં નોંધણી હોય તો 30 દિવસની મર્યાદામાં માલિકીહક્ક ટ્રાન્સફર કરવાનો રહે છે.

ગુજરાત રાજ્યમાં વાહનનો ઉપયોગ કરતાં પૂર્વે વાહન વેરો ભરવાનો રહે છે.

આ અંગે માહિતી મેળવવા સર્વપ્રથમ અસલ નોંધણી પ્રમાણપત્ર, ઇન્સ્યુરન્સ એન્ડ એમીશન ટેસ્ટીંગ સર્ટીફીકેટની સાથે આરટીઓ કચેરીની મુલાકાત લેવી.

હેલ્પ ડેસ્ક અથવા પબ્લિક રીલેશન ઓફિસરને મળો, જેઓ તેમને સંલગ્ન અધિકારી કે કાઉન્ટર સુધી દોરી જશે.

કાઉન્ટર ઉપર તમને પદ્ધતિ, ફોર્મ ભરવાની વીધિ, વેરો અને ફીની ચૂકવણી અંગે માર્ગદર્શન અપાશે.

કાર અને મોટરસાયકલના સ્થાનાંતરની તારીખ મુજબ વાહનની ક્યુબીક ક્ષમતા તેમજ વયને ધ્યાનમાં રાખીને વેરો નિર્ધારીત કરાશે.

Arrow
Q:

વેરો ચૂકવવા એનઓસી(નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ) જરૂરી છે કે કેમ?

Arrow
A:

વેરો ચૂકવવા એનઓસીની જરૂર નથી.

Arrow
Q:

એનઓસી(નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ) અને એનડીસી(નો ડ્યૂ સર્ટીફીકેટ) ક્યારે રજૂ કરવા જરૂરી છે.?

Arrow
A:

અન્ય રાજ્યના વાહન માટે જ્યારે ગુજરાત રજીસ્ટ્રેશન માર્ક મેળવવા માગતો હોવ ત્યારે એનઓસી જરૂરી છે.

જ્યારે અન્ય રાજ્યના કે જિલ્લાના વાહનના માલિકીહક્ક ટ્રાન્સફર સંબંધીત વિગતો રજીસ્ટ્રેશન પ્રમાણપત્રમાં નોંધાવવાની હોય ત્યારે એનડીસી આવશ્યક છે.

Arrow
Q:

માલિકીહક્કનાં ટ્રાન્સફર અથવા સરનામું બદલાવવા વાહનની પ્રત્યક ચકાસણી જરૂરી છે કે કેમ?

Arrow
A:

હા, વાહન ચકાસણી માટે લાવવું ફરજિયાત છે.

Arrow
વાહનની ફિટનેસ
Q:

પોતાનું ફીટનેસ સર્ટીફીકેટ માન્ય હોય પરંતુ વાહન સુરક્ષિત ન હોય તો શું વાહન ફિટનેસ સર્ટીફીકેટ રદ થઇ શકે?

Arrow
A:

હા, તે રદ થઇ શકે. તમારે સમગ્ર વર્ષ દરમિયાન પોતાનું વાહન સુરક્ષિત યોગ્ય સ્થિતિમાં રાખવું આવશ્યક છે.

Arrow
Q:

ફિટનેસની સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય ત્યારે જો વાહનને અકસ્માત નડે તો શું થાય ?

Arrow
A:

નોંધણી વિના વાહન ચલાવવા માટે તમે જવાબદાર ગણાશો અને વીમા કંપની અસરગ્રસ્તને વળતર નહીં ચૂકવે.

Arrow
Q:

ટ્રાન્સપોર્ટ વાહન માટે ફિટનેસ સર્ટીફીકેટ અથવા ફિટનેસ સર્ટીફીકેટનું રિન્યુઅલ કરવાની પદ્ધતિ શું.?

Arrow
A:

તમામ ટ્રાન્સપોર્ટ વાહનો પાસે તેને માર્ગ ઉપર ચલાવવા માટે માન્ય ફીટનેસ સર્ટીફીકેટ હોવું જરૂરી છે. માલિકે CFRA ફોર્મમાં ફીટનેસ સર્ટીફીકેટ મેળવવાની અરજી સાથે નિયત ફી, નોંધણી પ્રમાણપત્ર, વીમાનું પ્રમાણપત્ર, વેરા પત્રક, પોલ્યુશન અંડર કન્ટ્રોલ સર્ટીફીકેટ, પરવાનો અને યોગ્ય સ્થિતિમાં વાહનને પ્રત્યક ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર વાહનમાં નીચે પ્રમાણેના પાસાની ચકાસણી કરશે:

 • ફ્રન્ટ એક્સેલ અને સ્ટિયરીંગ,
 • આગળની સ્પ્રિંગ,
 • ઈંધણની સીસ્ટમ,
 • ઇલેક્ટ્રીક સીસ્ટમ
 • એન્જીંનની કામગીરી
 • સાઇલેન્સર, ટ્રાન્સમીશન,
 • પાછળની સ્પ્રિંગો
 • ટાયરો,
 • ચેસીસ ફ્રેમ,
 • બોડી,
 • બ્રેક,
 • ફરજિયાત ઉપકરણો,
 • જરૂરી ઉપકરણો,
 • સ્વચ્છતા
 • વાહનનું વજન
 • અન્ય નિરીક્ષણ કરવા યોગ્ય પાસા અથવા મહત્વની ક્ષતિઓ.

ફિટનેસ સર્ટીફીકેટની માન્યતા એક વર્ષની રહેશે.

Arrow
પરવાનો
Q:

પરવાના માટે કોણ પાત્રતા ધરાવે છે?

Arrow
A:

ટ્રાન્સપોર્ટ વાહનના નોંધણી કરાયેલા માલિક પરવાના માટે અરજી કરી શકે છે. જોકે તેમાં કેટલીક મર્યાદા છે અથવા પરવાનાઓ સરકારના જાહેરનામા(સૂચનાપત્ર) થકી જ મળી શકે છે.

Arrow
Q:

પરવાનાની શરતોનું અમલીકરણ કોણ કરે છે?

Arrow
A:

પરિવહન વિભાગની એનફોર્સમેન્ટ વિંગ પરવાનાની શરતોની પૂર્તતાની ચોકસાઇ કરે છે. કોર્ટ અને માટર વ્હિકલ એક્ટ એન્ડ રૂલ્સ મુજબ પરિવહન વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટ્રાફિક પોલીસને પણ અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે.

Arrow
Q:

પરવાનાની શરતોના ભંગ બદલ ખાસ કરીને સ્ટેજ કેરેજ બસો વિરુદ્ધ શું કાર્યવાહી થઇ શકે?

Arrow
A:

STA દ્વારા એમવી એક્ટની કલમ 86 અંતર્ગત પરવાનાનું સસ્પેન્શન/રદ કરવા સુધીની કાર્યવાહી દોષિત સામે કાર્યવાહી કરવામાં આવે છે. STA બ્રાન્ચ દ્વારા મોટર વ્હિકલ એક્ટ 1988ની કલમ 86/192A અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે.

Arrow
પીયુસી
Q:

પોલ્યુશન સર્ટીફીકેટ ન હોય તો શું દંડ થાય?

Arrow
A:

વાહન કે જેનું માન્ય પીયુસી સર્ટીફીકેટ નથી તેની સામે મોટર વ્હિકલ એક્ટની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી થશે. પેનલ્ટી રૂ............... પ્રથમવારના ગુના માટે અને રૂ.......................... નિયમ તોડવાના પ્રત્યેક બનાવદીઠ ભરવાની રહેશે.

Arrow
Q:

મારા વાહનમાં પ્રદુષણની માત્ર હું ક્યાં તપાસી શકું?

Arrow
A:

પ્રદુષણની માત્ર ચકાસવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ સુવિધા અને પીયુસી સર્ટીફીકેટ(વાહનોના ઉત્સર્જનનું ધોરણ) ઘણા પેટ્રોલપંપ કે વર્કશોપ ઉપરથી મળી શકે છે. આ અધિકૃત પોલ્યુશન ચેકીંગ સેન્ટરો ગુજરાતમાં સમગ્ર સ્થાને આવેલાં છે. હાલમાં 410 પેટ્રોલ/સીએનજીથી ચાલતા વાહનો માટે અને ડિઝલ વાહનો માટે 231 કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો જો વાહનો ઉત્સર્જન નિયમનું પાલન કરતાં હોય તો પોલ્યુશન અંડર કન્ટ્રોલ સર્ટીફીકેટ(પીયુસી) આપે છે. જો વાહનો નિયમભંગ કરતાં હોય તો વાહનોની જરૂરી મરામત કરવાની જરૂરીયાત રહે છે.

Arrow
Q:

પ્રદુષણ ચકાસણીની ફી શું છે ?

Arrow
A:

પ્રદુષણ ચકાસણીની ફીમાં નજીવા સુધારા સામલ છે, જો જરૂરી જમાણ તો સરકાર દ્વારા તે નક્કી કરાય છે : -

 • પેટ્રોલ /સીએનજી /એલપીજી વાહનો
  • દ્વીચક્રી અને ત્રણ પૈડાવાળા વાહનો માટે રૂ. 25/-
  • ચાર પૈડાવાળા વાહનો માટે રૂ.50/-
 • ડીઝલ વાહનો માટે રૂ.100/-
Arrow
Q:

મારી પાસે માન્ય પીયુસી સર્ટીફીકેટ હોય છતાં મારું વાહન વધુ પ્રદુષણ ઉત્સર્જીત કરતું હોવાનું પ્રથમ દૃષ્ટીએ જ જણાય તો શું કરવું?

Arrow
A:

તમારા વાહનનું પીયુસી સર્ટીફીકેટ રદ થશે અને તમને સીએમવી રૂલ્સ 116 અંતર્ગત નવું પીયુસી સર્ટીફીકેટ સાત દિવસમાં કઢાવવાનું કહેવામાં આવશે. જેનો અમલ કરવામાં નિષ્ફળ જવાથી મોટર વ્હિકલ એક્ટની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

Arrow
Q:

વાહનને પીયુસી સર્ટીફીકેટની ક્યારે જરૂર પડે છે?

Arrow
A:

પ્રથમવાર નોંધણી કરાયાની તારીખથી એક વર્ષ પૂર્ણ થતાં, તમામ વાહનોએ માન્ય પીયુસી સર્ટીફીકેટ મેળવવું અને ત્યાર બાદ પ્રત્યેક છ મહિને તે મેળવવું આવશ્યક છે.

Arrow
Q:

વાહન યુરો-1/યુરો-2/યુરો-3 હોય તો શું મારે પીયુસી સર્ટીફીકેટ લેવું જરૂરી છે.?

Arrow
A:

સેન્ટ્રલ મોટર રૂલ્સ, 1989 મુજબ પ્રત્યેક વાહન(યુરો-1/યુરો-2/યુરો-3 સહિતના વાહનો સહિત સીએનજી અને એલપીજી)એ પ્રથમ નોંધણીની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા બાદ માન્ય પીયુસી સર્ટીફીકેટ કરવું જરૂરી છે.

Arrow
Q:

કોઇ વાહન પ્રદુષણ કરતાં હોય તો મારે શું કરવું જોઇએ ?

Arrow
A:

તમારે ફરિયાદ સેલ/કન્ટ્રોલ રૂમનો ટેલિ. નં. ..................... પર સંપર્ક કરવો જોઇએ.

Arrow
Back to Top