પરફોર્મન્સ

મોટરવાહન ખાતાના અધિકારીઓએ નીચે દર્શાવેલા અધિનિયમો અને નિયમોની જોગવાઈઓ મુજબ કામગીરી કરવાની હોય છે

 • મોટરવાહન અધિનિયમ- ૧૯૮૮
 • સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ -૧૯૮૯
 • ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સ -૧૯૮૯
 • ગુજરાત મોટરવાહન વેરા અધિનિયમ-૧૯પ૮ તથા મુંબઈ મોટરવાહન વેરા નિયમો -૧૯પ૯
 • ગુજરાત મોટરવાહન (ઉતારુ વેરો) અધિનિયમ-૧૯પ૮ તથા મુંબઈ મોટરવાહન (ઉતારુ વેરો) નિયમો -૧૯પ૮

ઉપર દર્શાવેલા અધિનિયમો અને નિયમો અન્વયે તમામ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીઓ અને સહાયક અધિકારીઓને નોંધણી અધિકારી, લાઇસન્સ અધિકારી અને કરવેરા અધિકારીઓની સત્તાઓ આપવામાં આવેલી છે. તે મુજબ તે અધિકારીઓ તેમના વિભાગમાં જાહેર જનતા માટે નીચે દર્શાવેલી કામગીરી તેમના તાબા હેઠળના મોટરવાહન નિરીક્ષકો દ્વારા કરે છે.

 • શિખાઉ લાઇસન્સ આપવા ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાં તથા તાજાં કરી આપવાં, બેજ આપવા તથા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવાં.
 • સ્ટેજ કેરેજના કંડક્ટર લાઇસન્સ આપવાં તથા તાજાં કરી આપવાં.
 • વાહનોની નોંધણી, માલિકીની તબદીલીની નોંધણી કરી આપવી. જૂનાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોનું રજીસ્ટ્રેશન તાજું કરી આપવું, ઓઇટારેશન હાઇપોથિકેશન દાખલ કરવુ, રદ કરવું વગેરે સી.પી.આઇ.
 • અન્ય રાજ્યોમાંથી આવતાં વાહનો ગુજરાત રાજ્યમાં વાપરવા માટે રાખેલ હોય તો તેવાં વાહનોને નોંધણી નંબર આપવાં.
 • ટ્રાન્સપોર્ટ વાહનોને યાંત્રિક રીતે યોગ્યતાના દાખલા કાઢી આપવા તથા તાજાં કરી આપવાં.
 • ગુડ્ઝ વાહનોને રાષ્ટ્રીય પરવાના આપવાં, ઉતારુ બસોને સ્ટેજ કેરેજ તથા કોન્ટ્રેક્ટ કેરેજના પરવાના આપવા તથા તાજાં કરી આપવાં.
 • પ્રાઇવેટ સર્વિસ વ્હિકલ પરમિટ, હંગામી પરમિટ તથા સ્પેશિયલ પરમિટ આપવી.
 • મોટરવાહન વેરા તથા ઉતારુ વેરાની વસૂલાત કરવી.
 • રસ્તા ઉપર ફરતાં વાહનનું ચેકિંગ કરી તે અન્વયે મોટરવાહન કાયદાના ભંગના કિસ્સા જોવા મળે તો તે સામે પગલાં લેવાં.
 • ડ્રાઇવિંગ સ્કુલની માન્યતા આપવાં.
 • PUC સેન્ટરની માન્યતા આપવાં.
Back to Top