પીયુસી

Q:

પોલ્યુશન સર્ટીફીકેટ ન હોય તો કેટલો દંડ થાય?

Arrow
A:

પીયુસી સર્ટીફીકેટ ન હોય તેવા વાહનો સામે મોટર વાહન અધિનિયમની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી થશે. પેનલ્ટી રૂ 1000/-   પ્રથમવારના ગુના માટે અને ત્યાર બાદ રૂ 2000/- નિયમ તોડવાના પ્રત્યેક બનાવદીઠ ભરવાના રહેશે.

Arrow
Q:

મારા વાહનમાં પ્રદુષણની માત્રની ચકાસણી હું કયા સ્થળે કરાવી શકું?

Arrow
A:

પ્રદુષણની માત્ર ચકાસણી કમ્પ્યુટરાઇઝ્ડ સુવિધા અને પીયુસી સર્ટીફીકેટ(વાહનોના ઉત્સર્જનનું ધોરણ) ઘણા પેટ્રોલપંપ કે વર્કશોપ ઉપરથી મળી શકે છે. આ અધિકૃત પોલ્યુશન ચેકીંગ સેન્ટરો ગુજરાતમાં સમગ્ર સ્થાને આવેલાં છે. હાલમાં 410 પેટ્રોલ/સીએનજીથી ચાલતા વાહનો માટે અને ડિઝલ વાહનો માટે 231 કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો જો વાહનો ઉત્સર્જન નિયમનું પાલન કરતાં હોય તો પોલ્યુશન અંડર કન્ટ્રોલ સર્ટીફીકેટ(પીયુસી) આપે છે. જો વાહનો નિયમભંગ કરતાં હોય તો વાહનોની જરૂરી મરામત કરવાની જરૂરીયાત રહે છે.

Arrow
Q:

પ્રદુષણ ચકાસણીની ફી શું છે ?

Arrow
A:
ક્રમ વાહનનો વર્ગ ફી (રૂપિયા)
મોપેડ ૧૦
ટુ વ્‍હીલર (મોપેડ સિવાય) ૨૦
થ્રી વ્‍હીલર (એલપીજી/પેટ્રોલ) ૨૫
થ્રી વ્‍હીલર (ડીઝલથી ચાલતા) ૨૫
એલએમવી (સીએનજી/એલપીજી/પેટ્રોલથી ચાલતા વાહનો) ૫૦
બધા જ મીડીયમ અને હેવી મોટર વાહનો ડીઝલ, સીએનજીથી ૬૦
Arrow
Q:

મારી પાસે માન્ય પીયુસી સર્ટીફીકેટ હોવા છતાં મારું વાહન વધુ પ્રદુષણ ફેલાવતું હોવાનું પ્રથમ દૃષ્ટીએ જણાય તો શું કરવું?

Arrow
A:

તમારા વાહનનું પીયુસી સર્ટીફીકેટ રદ થશે અને તમને(સીએમવી રૂલ્સ 116) અંતર્ગત નવું પીયુસી સર્ટીફીકેટ સાત દિવસમાં કઢાવવાનું કહેવામાં આવશે. જેનો અમલ કરવામાં નિષ્ફળ જવાથી મોટર વાહન અધિનિયમની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

Arrow
Q:

વાહનને પીયુસી સર્ટીફીકેટની ક્યારે જરૂર પડે?

Arrow
A:

નવા વાહન માટે 1 વર્ષ
પછી બીએસ III માટે - દરેક 6 મહિના પછી
પછી બીએસ IV માટે - દરેક 1 વર્ષ પછી

Arrow
Q:

વાહન યુરો-1/યુરો-2/યુરો-3/યુરો-4 માટે મારે પીયુસી સર્ટીફીકેટ લેવું જરૂરી છે.?

Arrow
A:

સેન્ટ્રલ મોટર રૂલ્સ, 1989 મુજબ પ્રત્યેક વાહન(યુરો-1/યુરો-2/યુરો-3/યુરો-4 સહિત સહિત સીએનજી અને એલપીજીના વાહનો)એ પ્રથમ નોંધણીની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા બાદ માન્ય પીયુસી સર્ટીફીકેટ કરવું જરૂરી છે.

Arrow
Q:

કોઇ વાહન પ્રદુષણ કરતાં હોય તો મારે શું કરવું જોઇએ ?

Arrow
A:

તમારે ફરિયાદ સેલ/કન્ટ્રોલ રૂમનો ટેલિ. નં. ૦૭૯-૨૩૨૫૧૩૬૧ પર સંપર્ક કરવો જોઇએ. માનદંડ

Arrow
Back to Top