હેતુઓ

  • રસ્તા પર સલામતિના ધોરણો , વાહન થી થતા પ્રદુષણથી પર્યાવરણ પર થતી અસર , સ્ફોટક અને ભયજનક પદાર્થોની હેરાફેરીથી ઉભા થતાં અવરોધો દુર કરવા વિગેરેની જાહેરહિતની કામગીરી કરવા.
  • વાણિજયક અને અંગત વપરાશના વાહનોની સંખ્યામાં થતા ઉતરોત્તર વધારાના કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતીમાં જાહેર જનતાને વધુ સરળતાથી સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની કાર્યવાહી કરવા.
  • માર્ગ સલામતી અંગે લોક જાગૃતિ કેળવીને માર્ગ અકસ્માત નિવારવાના પ્રયાસો કરવા
  • મુસાફરોના ધસારા અને માલની હેરફેરમાં અવરોધો ઉભા ન થાય તે પ્રમાણે પ્રજાકીય કાર્યો કરવાના પ્રયાસ કરવા
  • ડ્રાઇવીંગ લાયસન્સ આપવા તેમજ રીન્યુ કરવા અધતન ટેકનોલોજી અંતર્ગત સરળીકરણ કરી જાહેર જનતાને સરળતા ઉપલબ્ધ થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવા.
  • મોટર વાહન કરની નિયમોનુસાર વસુલાત કરવા તથા ફીની આકારણી ધ્વારા રાજય સરકારશ્રીની આવક નિયમીત રાખવાના પ્રયાસો..
  • આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ટ્રાન્સપોર્ટ સેકટરમાં અધતન ટેકનોલોજી અપનાવવા પ્રેરણાદાયી દિવાદાંડીની ભૂમિકા અદા કરવા
Back to Top