માર્ગ સલામતિ

માર્ગ સલામતિ સપ્તાહ, "જીવો અને જીવવા ધ્યો''

અકસ્માત સંબંધમાં અટકાયતી ઉપાયો

જાહેર રસ્તા ઉપર વાહન સાથેના અકસ્માતો જેટલાં મોત નીપજાવે છે અને ઇજા કરે છે તેના કરતાં ધરમાં, ગામડામાં, શહેરમાં મુસાફરી દરમ્યાન, વગેરેમાં જે અકસ્માતો બને છે. તે વધુ પ્રમાણમાં મોત નીપજાવે છે અને ઇજા પહોંચાડે છે અને છતાં તે અકસ્માતો દૂર ગામડામાં રસ્તા પરના અકસ્માતો કરતાં ઓછા નોંધાવા પામે છે જેથી અકસ્માતો ઓછા કરવાની ઝુંબેશ ઉઠાવવામાં અટકાયતી પગલાં ખાસ ધ્યાનમાં લેવવા જોઇએ.

આગથી થતા અકસ્માતો

 • નજીકનો ટેલીફોન જોઇલો અને આગ હોલવવા માટે બંબાને કેવી રીતે બોલાવવો તે જાણી લો.
 • આગ લાગે ત્યારે શું કરવું તે સંબંધમાં યોજના ધડી રાખો અને ધરના કુટુંબીજનો તથા નોકરને બરાબર વાકેફ કરો.
 • આગ હોલવવા માટેનાં વ્યવસાયો ચાલુ હાલતમાં છે કે કેમ તેની ખાત્રી કરો.
 • ધરમાં પેટ્રોલનો સંગ્રહ કરશો નહિં. આગ સળગાવવા પેટ્રો, પેરેફીન વગેરેનો ઉપયોગ કરશો નહિં.

અકસ્માત થવાના કારણો

 • ચાર રસ્તા તથા વણાંક ઉપ્ર ધ્યાન રાખ્યા સિવાય રસ્તો ઓળંગવો.
 • રોડ-ટ્રાફિકની પરિસ્થિતિ ધ્યાનમા; લીધા વગર વાહન ચલાવવું.
 • ધ્યાન રાખ્યા વગર અચાનક વાહન થોભાવવું.
 • વિચાર મગ્ન થઇને વાહન ચલાવવું.
 • બે વાહન વચ્ચે સલામત અંતર રાખ્યા વગર વાહન ચલાવવું.
 • ડાબી તથા જમણી સાઇડે વળવાનો ઇસારો કર્યા વાહન વાળી દેવું.
 • ઝિબ્રા ક્રોસીંગની અવગણના કરી વાહન ચલાવવું.
 • નશો કરીને વાહન ચલાવવું.
 • પાછળથી આવતા વાહનને જોયા વગર કારનો દરવાજો ખોલવો.
 • ડ્રાઇવીંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવાથી.
 • દુરના નંબર હોવા છતાં ચશ્મા પહેરયા વગર વાહન ચલાવવાથી.
 • માંદગી અપૂરતી ઉંઘ તથા માનસિક તાણ હોવા છતાં વાહન ચલાવવાથી.
 • ભીના રસ્તા હોવા છતાં વધુ ઝડપે વાહન ચલાવવાથી.
 • ઘસાઇ ગયેલા ટાયરો તથા ખામી ભરેલી બ્રેક હોવા છતાં વાહન ચલાવવાથી.
 • ગતિ મર્યાદાને ધ્યાનમાં લીધા વગર પૂર ઝડપથી વાહન ચલાવવાથી.
 • એકાગ્રતા વગર વાહન હંકારવું.

વાહનમાંથી ફેલાતા પ્રદુષણથી સ્વાસ્થનને થતી આડ અસરો

 • આંખોમાં બળતરા થવી.
 • કાર્બન મોનોકસાઇડની માત્રા સ્વાસોશ્વાસમાં વધી જતાં માણસ બેભાન અથવા અમુક કિસ્સામાં મરણ પણ પામી શકે છે.
 • હદયરોગથી પીડાતા લોકોના કિસ્સામાં હિમોગ્લોબીન સાથે મળી લોહીમાં ઓકસિજનનું પરિભ્રમણ અટકાવે છે.
 • વિચાર શક્તિમાં અવરોધ ઉભો કરે છે.
 • ઇન્ફીયુઝાં જેવા રોગો થવાનો સંભર રહે છે.
 • વાતાવરણ ઘુઘળું બનાવે છે.
 • સ્વાસોશ્વાસની ક્રિયામાં એસીડીક અસર ઉભી કરે છે.
 • અસ્થમાં જેવી બિમારી થઇ શકે છે.
 • શરદી, જુકામ અને સળેખમજેવી બિમારીઓથી બાળકો જલ્દીથી અસર પામે છે.
 • વાતાવરણના ઉષ્ણતામાનમાં વધારો કરે છે.
 • ફેફસાનું કેન્સર થઇ શકે છે.
 • બાળમૃત્યુનો આંક વધી શકે છે.

પ્રદુષણની થતી આડ અસરોથી બચવા આટલું જરૂરીથી કરો

 • આપના વાહનમાં ભેળસેળ વાળું પેટ્રોલ તથા ડિઝલ ના વાપરશો.
 • આપના વાહનનું એંજિન ટયુનિંગ નિયમિત કરાવશો.
 • આપના વાહનમાં યોગ્ય માત્રમાં તથા ગુણવત્તાવાળું ઓઇલ વાપરો.
 • આપના વાહનની નિયમિત સર્વિસ ઓથોરાઇઝવ્ ડીલર પાસેથી કરાવો.
 • આપના વાહનના ઓઇલ તથા એર ફિલ્ટર નિયમિત સાફ કરાવો.
 • આપના વાહનનું ટાયર પ્રેસર નિયમિત ચેક કરાવો.
 • આપના વાહનમાં ઓવરલોડ માલ તથા ઉતારૂઓ ના બેસાડશો.
 • શકય હોય તો આપના વાહનમાં સરકાર માન્ય તથા ઓથોરાઇઝ ડીલર પાસેથી એલપીજી તથા સીએનજી કીટો ફીટ કરાવો.
 • આપના વાહનનો ઉપ્યોગ મર્યાદિત પ્રમાણમાં કરો.
 • આપનો રૂટ પ્લાન અગાઉથી તથા સમયસર કરો.

આરટીઓ પેજ પર પાછા જવા અહિં ક્લિક કરો

Back to Top