ભૂમિકાઓ અને જવાબદારીઓ

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કામગીરી અને ફરજો
 • મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ના પ્રકરણ-૨ (મોટર વાહનના ડ્રાઈવરોને લાયસન્સ આપવા બાબત) અને પ્રકરણ-૩ (સ્ટેજ કેરેજના કંડક્ટરોને લાયસન્સ આપવા બાબત) હેઠળ લાયસન્સ અધિકારી તરીકેની કામગીરી કરવી.
 • આ અધિનિયમના પ્રકરણ-૪ હેઠળ નૉંધણી અધિકારી તરીકેની કામગીરી કરવી.
 • મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ની કલમ ૫૩ હેઠળ મોટર વાહનોનું રજીસ્ટ્રેશન મોકૂફ રાખવા અંગેના પોલીસ અધિકારી અથવા સહાયક મોટર વાહન નિરીક્ષક અને તેમના કરતાં ઉપલા દરજ્જાના અધિકારીઓના હુકમ વિરુધ્ધ અપીલો સાંભળવી.
 • સદર અધિનિયમની કલમ ૬૮ હેઠળ રચાયેલ પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળના સભ્ય-સચિવ અને કાર્યપાલક અધિકારી તરીકેની સત્તાઓ ભોગવવી અને કામગીરી કરવી.
 • ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ના નિયમ ૬૬ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળ ધ્વારા એનાયત થયેલ સત્તાઓ સંભાળવી.
 • મુંબઇ મોટર વાહનવેરા અધિનિયમ, ૧૯૫૮ તથા મુંબઈ મોટર વાહન (ઉતારુવેરા) અધિનિયમ, ૧૯૫૮ હેઠળ કરવેરા અધિકારી તરીકેની કામગીરી કરવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૨૦૦માં નિર્દિષ્ટ જુદી જુદી કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે સરકારશ્રી ધ્વારા જાહેરનામાથી નક્કી થયેલ.
 • પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ રીજીયનના વડા તથા રીજીયનની કચેરીના મહેકમ માટેના ડ્રોઇંગ અને ડીસ્બર્સીંગ ઓફિસર છે.
 • પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને ચેકીંગ અર્થે પ્રત્યેક માસ દરમ્યાન ૧૦૦૦ કી.મી.ની મુસાફરી ૮ દિવસની ટુર અને પાંચ રાત્રિ રોકાણ સાથે કરવાની હોય છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળે સુપ્રત કરેલી સત્તાઓ
 • હંગામી પરમીટ અને સ્પેશ્યલ પરમીટ મંજૂર કરવી અથવા મંજૂર કરવાની ના પાડવી.
 • સ્ટેજ કેરેજ પરમીટ, કોન્ટ્રેક્ટ કેરેજ પરમીટ, પ્રાઈવેટ સર્વિસ વ્હીકલ પરમીટ, ગુડઝ કેરેજ પરમીટ તથા નેશનલ પરમીટ મંજૂર કરવી અથવા મંજૂર કરવાની ના પાડવી.
 • રાજ્યમાં અન્ય રીજીયનમાં મંજૂર કરવામાં આવેલ સ્ટેજ કેરેજ પરમીટ કોન્ટ્રેક્ટ કેરેજ પરમીટ અથવા પ્રાઈવેટ સર્વિસ વ્હીકલ પરમીટને પ્રતિસહી કરી અથવા પ્રતિસહી કરવાની ના પાડવી.
 • ઉપરોક્ત અનુક્રમ નં.૨ માં દર્શાવેલ પરમીટો અથવા અનુક્રમ નં. ૩માં દર્શાવેલ પ્રતિસહી રીન્યુ કરવી અથવા રીન્યુ કરવાની ના પાડવી.
 • પરમીટ હેઠળના એક વાહનની જગ્યાએ બીજુ વાહન મુકવાની પરવાનગી આપવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૮૬ હેઠળ પરમીટ મોકૂફ રાખવી અથવા વિકલ્પે માંડવાળ ફી વસુલ લેવી.
 • પરમીટમાં દર્શાવેલ સરનામામાં ફેરફારની નૉંધ કરવી.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કામગીરી અને ફરજો
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ના પ્રકરણ - ૨ (મોટર વાહન ડ્રાઈવરોને લાયસન્સ આપવા બાબત) અને પ્રકરણ - ૩ (સ્ટેજ કેરેજના કંડક્ટરોને લાયસન્સ આપવા બાબત) હેઠળ લાયસન્સ અધિકારી તરીકેની કામગીરી કરવી.
 • સદર અધિનિયમના પ્રકરણ-૪ હેઠળ નૉંધણી અધિકારી તરીકેની કામગીરી કરવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ કલમ ૫૩ હેઠળ મોટર વાહનોનું રજીસ્ટ્રેશન મોકૂફ રાખવા અંગેના પોલીસ અધિકારી અથવા સહાયક મોટરવાહન નિરીક્ષક અને તેમના કરતા ઉપલા દરજ્જાના અધિકારીઓના હુકમ વિરુધ્ધ અપીલો સાંભળવી.
 • ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ના નિયમ-૬૬ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળ ધ્વારા એનાયત થયેલ સત્તાઓ સંભાળવી.
 • મુંબઈ મોટર વાહનવેરા અધિનિયમ, ૧૯૫૮ અને મુંબઈ મોટર વાહન (ઉતારુવેરા) અધિનિયમ, ૧૯૫૮ હેઠળ કરવેરા અધિકારી તરીકેની કામગીરી બજાવવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૨૦૦માં નિર્દિષ્ટ જુદી જુદી કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે સરકારશ્રી ધ્વારા જાહેરનામાથી નક્કી થયેલ માંડવાળ ફી વસુલ લઈ ગુનાઓની માંડવાળ કરવાની કામગીરી કરવી.
 • સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ રીજીયનની પેટા-વિભાગીય કચેરીના વડા છે અને પેટા વિભાગીય કચેરીના મહેકમના ડ્રાઇંગ અને ડીસ્બર્સીંગ ઓફિસર છે.
 • સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને ચેકીંગ અર્થે પ્રત્યેક માસ દરમ્યાન ૫૭૫ કી.મી.ની મુસાફરી ૮ દિવસની ટુર અને પાંચ રાત્રિ રોકાણ સાથે કરવાની હોય છે.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની જગ્યાઓ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં પણ હોય છે. જેમાં તેઓ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની સમકક્ષ કામગીરી બજાવે છે. માત્ર પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળના સભ્ય-સચિવ તરીકેની કામગીરી કરી શક્તા નથી.

પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળે સુપ્રત કરેલી સત્તાઓ
 • હંગામી પરમીટો અને સ્પેશ્યલ પરમીટ મંજૂર કરવી અથવા મંજૂર કરવાની ના પાડવી.
 • સ્ટેજ કેરેજ પરમીટ, કોન્ટ્રેક્ટ કેરેજ પરમીટ, પ્રાઈવેટ સર્વિસ વ્હીકલ પરમીટ, ગુડઝ કેરેજ પરમીટ તથા નેશનલ પરમીટ મંજૂર કરવી અથવા મંજૂર કરવાની ના પાડવી.
 • રાજ્યમાં અન્ય રીજીયનમાં મંજૂર કરવામાં આવેલ સ્ટેજ કેરેજ પરમીટ, કોન્ટ્રેક્ટ કેરેજ પરમીટ અથવા પ્રાઈવેટ સર્વિસ વ્હીકલ પરમીટને પ્રતિસહી કરવી અથવા પ્રતિસહી કરવાની ના પાડવી.
 • ઉપરોક્ત અનુક્રમ નં.૨માં દર્શાવેલ પરમીટો અથવા અનુક્રમ નં.૩માં દર્શાવેલ પ્રતિસહી રીન્યુ કરવી અથવા રીન્યુ કરવાની ના પાડવી.
 • પરમીટ હેઠળના એક વાહનની જગ્યાએ બીજુ વાહન મુકવાની પરવાનગી આપવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૮૬ હેઠળ પરમીટ મોકૂફ રાખવી અથવા વિકલ્પે માંડવાળ ફી વસુલ લેવી.
 • પરમીટમાં દર્શાવેલ સરનામામાં ફેરફારની નૉંધ કરવી.
મોટર વાહન નિરીક્ષકની કામગીરી અને ફરજો
 • મોટર વાહન નિરીક્ષકએ મોટર વાહનોની યાંત્રિક સ્થિતિની તપાસણીના હેતુ માટેના તપાસણી અધિકારી તથા ડ્રાઈવીંગ લાયસન્સ અને સ્ટેજ કેરેજના કંડક્ટરોને લાયસન્સ આપવા માટે અરજદારોની કસોટી લેવા માટેના ટેસ્ટીંગ ઓફિસર છે.
 • ટ્રાન્સપોર્ટ વાહનોના લાયકાતના દાખલા આપવા તથા રીન્યુ કરવા માટે તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રજીસ્ટ્રેશન રીન્યુ કરવા માટે મોટર વાહનોની તપાસણી મોટર વાહન નિરીક્ષકે કરવાની હોય છે.
 • પોલીસ ધ્વારા માંગણી કરવામાં આવે ત્યારે અકસ્માતમાં સંડોવાયેલ મોટર વાહનોની યાંત્રિક સ્થિતિની ચકાસણી માટે વાહન નિરીક્ષક ધ્વારા કરવામાં આવે છે.
 • મુંબઈ મોટર વાહનવેરા અધિનિયમ, ૧૯૫૮ તથા મુંબઈ મોટર વાહન (ઉતારુવેરા) અધિનિયમ, ૧૯૫૮ હેઠળ કરવેરા અધિકારી તરીકેની કામગીરી બજાવવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૨૦૦માં નિર્દિષ્ટ જુદી જુદી કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે સરકારશ્રી ધ્વારા જાહેરનામાથી ઠરાવેલ માંડવાળ ફી વસુલ લઈ ગુનાની માંડવાળ કરવાની કામગીરી બજાવવી.
 • મોટર વાહન નિરીક્ષકે ચેકીંગ અર્થે પ્રત્યેક માસ દરમ્યાન ૫૭૫ કી.મી.ની મુસાફરી ૮ દિવસની ટુર અને પાંચ રાત્રિ રોકાણ સાથે કરવાની હોય છે.
ચેકપોસ્ટના મોટર વાહન નિરીક્ષકની કામગીરી અને ફરજો
 • અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં નેશનલ પરમીટ, ટુરીસ્ટ વ્હીકલ પરમીટ, સ્પેશ્યલ પરમીટ અથવા હંગામી પરમીટ હેઠળ આવતા વાહનો સબંધમાં વાહનવેરો વસુલ લેવો.
 • પરમીટ વગર આવતા વાહનો સબંધમાં હંગામી પરમીટ ઈસ્યુ કરી પરમીટ ફી વસુલ લેવી.
 • મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૨૦૦માં નિર્દિષ્ટ જુદી જુદી કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે સરકારશ્રી ધ્વારા જાહેરનામાથી ઠરાવેલ માંડવાળ ફી વસુલ લેવી, આમાં ખાસ કરીને ઓવરલોડના ગુના માટેની માંડવાળ ફીનો સમાવેશ થાય છે.
સહાયક મોટર વાહન નિરીક્ષકની કામગીરી અને ફરજો
 • શિખાઉ લાયસન્સ આપવા માટેની કસોટી લેવા માટેના ટેસ્ટીંગ ઓફિસર છે.
 • કંડકટરનું લાયસન્સ આપવા માટેની કસોટી લેવા માટેના ટેસ્ટીંગ ઓફિસર છે.
 • મોટર વાહનોના ચેકીંગ માટે સહાયક મોટર વાહન નિરીક્ષકે ટુર પણ કરવાની હોય છે.
 • મોટર વાહનોનાં બિનવપરાશની તપાસ કરવાનું પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી/સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવે ત્યારે બિનવપરાશની તપાસ કરવાની હોય છે.
 • મોટર વાહન વેરાની વસુલાત માટેની માંગણાની નોટીસ જયારે ટપાલ દ્વારા બજે નહીં ત્યારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવતાં સહાયક મોટર વાહન નિરીક્ષક દ્વારા બજાવવામાં આવે છે.

મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ-ર૦૦માં નિર્દિષ્ટ જુદી જુદી કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે સરકારશ્રી દ્વારા જાહેરનામાથી નકકી થયેલ માંડવાળ ફી વસુલ લઈ ગુનાની માંડવાળ કરવાની કામગીરી કરવી.

આરટીઓ પેજ પર પાછા જવા અહિં ક્લિક કરો

Back to Top