આરટીઓ જામનગર (જીજે-૧૦)

Jamnagar

જામનગર ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ.) કચેરીની શરૂઆત તારીખ ૦૧/૦ર/૧૯૬૯ થી કરવામાં આવી જે લાલ બંગલા ખાતે એક જુના મકાનમાં બેસતી હતી. આ મકાનનું ક્ષેત્રફળ પ૪૦ ચોરસ મીટરનું હતું. એઆરટીઓ કચેરીનું અપગ્રેડેશન થતા તારીખ ૦ર/૦ર/૯ર થી આજ મકાનમાં આરટીઓ કચેરી અમલમાં આવી.

વાહનોની સંખ્યામાં વધારો થતા કામગીરીમાં પણ વધારો થયો અને સ્ટાફમાં પણ વધારો થયો જેને કારણે જુના મકાનમાં ઘણી સંકળાશ અનુભવાતી. ચોમાસામાં વરસાદનું પાણી ભરાતું અને મકાન પણ કંઈક અંશે જજૅરીત હતુ. જેથી વધુ સગવડતાવાળા મકાનની આવશ્યકતાઓ હતી જ. તારીખ ર૬/૦૧/૦૧ ના રોજ સમગ્ર ગુજરાતમાં આવેલ વિનાશક ધરતીકંપમાં જજૅરીત મકાનનો ઘણો ભાગ પડી ગયો અને કચેરીનું સ્થળાંતર કરવુ પડે તેવી પરિસ્થિતી નિમૉણ થઈ કારણકે તે મકાનમાં બેસવુ જોખમી હતુ. મે-ર૦૦૧ ના અંતમાં આરટીઓ કચેરીનું સ્થળાંતર રણજીત સાગર રોડ પર જુની હર્ષદમીલના કમ્પાઉન્ડમાં એક ભાડાના મકાનમાં કરવામાં આવ્યુ જેનું માસીક ભાડુ રૂ.ર૭,૦૦૦/- હતુ.

Back to Top