આરટીઓ જુનાગઢ (જીજે-૧૧)

Junagadh

જુનાગઢ જીલ્લો ૧૪ તાલુકાઓનો બનેલો છે. જુનાગઢ શહેરની બાજુમાં ગિરનાર ડુંગર સાસણ ખાતે સિંહ દર્શન, ગિર ના જંગલો, સોમનાથ મંદિર, હોલીડે કેમ્પ ચોરવાડ જોવા લાયક સ્થળો છે. જુનાગઢ જીલ્લો જુનાગઢ થી ઉના સુધીનો છે. સોમનાથ મંદિર અરબીસમુદ્રની પાસે છે. શીલ, માંગરોળ, ચોરવાડ, વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા સમુદ્ર પાસે આવેલા સ્થળો છે. કોડીનાર ઉના પટી અરબીસમુદ્ર નજીક છે. રસ્તાઓ પાકા ડામરના બનેલા છે. જુનાગઢ થી સોમનાથનો રસ્તો સ્ટેટ હાઇવે રસ્તો છે.

Back to Top