આરટીઓ મહેસાણા (જીજે-૨)

Mehsana

મહેસાણા જિલ્લો ગુજરાત રાજયના મઘ્યસ્થાને આવેલો છે. જિલ્લાની પ્રવૃતિઓમાં કેન્દ્રસ્થાને વાણિજયની દ્રષ્ટિએ વિશ્વભરમાં વરીયાળી, જીરૂ અને ઈસબગુલનું મોટુ બજાર ઉંઝામાં છે. પશુપાલન ક્ષેત્રે સ્વેત ક્રાંતિનું સર્જન, દુધ સાગર અને સદર દુધ ડેરીઓ ૬૭૧ દુધ મંડળીઓ ઉભી કરી દુધ ઉત્પાદકો અને પશુપાલકો માટે કામધેનું બની રહી છે.

મહેસાણા જિલ્લાની ઉત્તરે પાલનપુર જિલ્‍લો દક્ષિણે અમદાવાદ જિલ્‍લો, પૂર્વે સાંબરકાંઠા જિલ્‍લો અને પશ્ચિમે પાટણ જિલ્લા આવેલા છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૪૩૭૬.૩૮ ચોરસ કિલોમીટર છે. ર૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની કુલ વસ્તી ૧૮.૩૭ લાખ છે. તે પૈકી ૧૪.ર૬ લાખ ગ્રામ્ય વિસ્તારના અને ૪.૧૧ લાખ શહેરી વિસ્તારના હોવાનું નોંધાયેલ છે.

મહેસાણા જિલ્લામાં કુલ નવ તાલુકાના સમાવેશ થયેલ છે. જે ૧. મહેસાણા ર. કડી ૩. વિજાપુર ૪. વિસનગર પ. વડનગર ૬. ખેરાલુ ૭. સતલાસણા ૮. બેચરાજી ૯. ઉંઝા છે.

Back to Top