આરટીઓ સુરત (જીજે-૫)

Surat

સુરત એ દક્ષિણ ગુજરાતમાં આવેલ સમૃધ્ધ અને પ્રગતિશીલ જીલ્લો છે. સુરત જીલ્લામાં આવેલા ઉકાઇનું વિશાળ જળ સરોવર અને સુરતની પશ્ચિમે આવેલા અરબી સમુદ્રનો કિનારો એ જીલ્લાની આગવી ઓળખ છે. ભૌગોલિક તથા વિસ્તારની દ્રષ્ટિએ પણ સુરત અમદાવાદ પછી રાજયનું મોખરાનું સ્થાન ભોગવે છે. હીરાનગરી તરીકે સુરત શહેરની સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ છે. હીરાની બનાવટમાં સુરત શહેર સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હીરા ઉઘોગની જેમ ટેક્ષટાઇલ ઉઘોગ પણ સુરત શહેરની આગવી ઓળખ છે.

વાહન વ્યવહારની દ્રષ્ટિએ પણ સુરત રાજયમાં અમદાવાદ પછી સૌથી વધારે વાહનો ધરાવતું શહેર છે. આમ સુરત શહેર તથા જીલ્લાએ સમગ્ર રાજય, દેશ તથા વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરેલ છે.

Back to Top