વાહન નોંધણી

મોટર વાહનની નોંધણી

 • નવા વાહનની નોંધણી માટેની અરજી ફોર્મ – 20માં કરવી. વિભાગનાં ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી ફોર્મ – 20 ને ભરવું ફરજિયાત છે.
 • અપલોડ કરાયેલા ફોર્મ – ૨૦ની પ્રિન્ટ આઉટ લઇ લેવી અને સંબંધિત આરટીઓ કચેરીએ જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવાની રહેશે.
 • ફોર્મ -20ને ઓનલાઇન જમા કરાવવા માટે.

સંબંધિત આરટીઓ કેચરી ખાતે ફોર્મ – 20 સાથે અહીં દર્શાવેલા દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે.

 • ફોર્મ – 21માં વેચાણ પ્રમાણપત્ર.
 • ફોર્મ 22માં રોડ વર્થીનેસ સર્ટિફિકેટ.
 • અરજીકર્તાના ફોટોગ્રાફ્સ સાથે ઓળખપત્ર
 • વાહનનું વીમા પ્રમાણપત્ર
 • સરનામાનો પુરાવો
 • જો વાહન આયાતી હોય તો, કસ્ટમને આપવામાં આવેલા બિલની એન્ટ્રી અને એવા કેસમાં કે જેમાં વાહન બોડી બિલ્ટ ન હોય તો ફોર્મ નં.22 ભાગ 2(એ) પણ અરજી સાથે આપવાનો રહેશે.
 • પાસપોર્ટ, એલઆઇસી. પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટ બિલ, ટેલિફોન બિલ, સરનામાના ઉલ્લેખ સાથેનો મકાન વેરાની પહોંચ, કેન્દ્ર અથવા રાજ્ય અથવા સ્થાનિક સરકારનું પગાર બિલ, અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામા અને ઓળખ તરીકે રજૂ કરવાનું રહેશે.

વાહનોની નોંધણીની પદ્ધતિ અને સ્માર્ટ કાર્ડ આરસી બુક આપવી

 • આરટીઓમાં નવા વાહનની નોંધણી થાય છે, જ્યાં વાહનમાલિક સામાન્ય રહેવાસી અથવા તો તેના વ્યવસાય-વ્યાપારીક પ્રવૃત્તિનું સ્થળ હોય છે.
 • જરૂરી દસ્તાવેજો અને વેરો તથા ફી ભર્યાના પુરાવા સાથે ઓનલાઇન જમા કરાવ્યા બાદ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરાયેલું ફોર્મ નં.20 આરટીઓમાં રજૂ કરવાનું રહેશે.
 • દ્વીચક્રી અને કારની ચકાસણીની પરવાનગી રાજ્યના અધિકૃત વિક્રેતાને આપવામાં આવી છે. એવા કિસ્સામાં કે જેમાં વિક્રેતા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારે અરજીમાં તેને પણ સામેલ કરવાનું રહેશે. અન્યથા વાહનને આરટીઓમાં ચકાસણી માટે લાવવાનું રહેશે.
 • જો ફોર્મ 20માં બિડાણ કરાયેલા દસ્તાવેજો યોગ્ય હશે તો વાહનને નોંધણી નંબર ફાળવાશે. જો વાહનમાલિક દ્વારા યોગ્ય ફી આપીને પસંદગીનો નંબર ન મેળવાયો હોય તો નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાહન નોંધણી નંબર કમ્પ્યુટરની રેન્ડમ સીસ્ટમ દ્વારા આપવામાં આવશે.
 • તેમના દ્વારા વાહન માલિકને નોંધણી નંબરની જાણકારી એસએમએસ અથવા ઇ-મેલ સરનામે આપવામાં આવશે.
 • વાહનની સ્માર્ટ આર.સી. બુક સ્પિડ પોસ્ટ દ્વારા અરજીકર્તાએ ફોર્મમાં દર્શાવેલા સરનામે મોકલવામાં આવશે.
 • નોંધણી ફીની વિગતો માટે અહીં ક્લિક કરોઃ વેરા માળખું
 • વેરાની માહિતી મેળવવા અહીં ક્લિક કરોઃ ફી માળખું - નોંધણી
 • નવા વાહન માટે પસંદગીના નંબરો મેળવવાની પદ્ધતિ રાજ્યમાં અમલી છે.
 • જ્યારે આરટીઓ ઓફિસમાં નવી સીરીઝ ચાલુ થાય ત્યારે જાહેર હરાજી દ્વારા નંબર મેળવી શકાશે.
 • જાહેર હરાજી બાદ વધારાના નંબરો પસંદગીના નંબર દ્વીચક્રી વાહનો માટે રૂ.1000 અને ચાર પૈડાવાળા વાહનો માટે રૂ.5000 ચૂકવવાથી મળી શકશે.
 • પસંદગીના નંબરની મેળવવા માટે અહીં ક્લિક કરો
 • નબંર ની ઉપલબ્ધતા ચકાસવા માટે અહીં ક્લિક કરો
Sr. No Classification of Number Classified Numbers Fees in Rupees
1 Golden 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9090, 9909, 9990, 9999. 5,000/- 25,000/-
2 Silver 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4554, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181 2,000/- 10,000/-
3 Other Remaining numbers of a series other than those mentioned in serial numbers (i) and (ii) above. 1,000/- 5,000/-

વાહનના માલિકીહક્કની ફેરબદલ

 • પેન્સીલથી ચેસીસ નંબરની પ્રિન્ટ સહિત ફોર્મ 29 અને ફોર્મ 30 ભરવાથી માલિકીહક્કની ફેરબદલ થઇ શકશે.
 • વારસાગત રીતે વાહનના માલિકીહક્કની ફેરબદલ કરવા માટે ફોર્મ 31 ભરવું અને જાહેર હરાજીને કારણે માલિકીહક્કની ફેરબદલ કરવી હોય તો ફોર્મ 32 ભરવું.
 • અરજી સાથે અસલ આર.સી. બુક, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી. ઓળખ તેમજ સરનામાના પુરાવા રજૂ કરવા જરૂરી છે.
 • દ્વીચક્રી વાહનો માટે રૂ.150 અને મોટર કાર માટે રૂ.300 ટ્રાન્સફર ફી ચૂકવવી જરૂરી છે.
 • મૂળ એકીકૃત વેરાના 15 ટકા લેખે ટ્રાન્સફર વેરો ચૂકવવાનો રહેશે. છતાં જો વાહન 8 વર્ષથી વધુ જુનુ હોય તો ટેક્સ 1 ટકો અથવા રૂ.100 બે પૈકી જે વધારે હોય તે ચૂકવવાનું રહેશે.

ગીરો(Hypothecation)ની વિગતોની નોંધણી અથવા રદ કરવી

 • ગીરો(Hypothecation) વિગતોની નોંધણી કરવા ફોર્મ 34 ચેસીસની પ્રિન્ટ સાથે રજૂ કરવાનું રહેશે. રદ કરવા માટે ફોર્મ 35 રજૂ કરવાનું રહેશે.
 • રૂ.200 ની ફી તેની માટે ભરવાની રહેશે.
 • અરજી સાથે અસલ આર.સી. બુક, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી. પ્રમાણપત્ર રજૂ કરવા જરૂરી છે.

આર.સી. બુકમાં સરનામું બદલાવવા

 • સરનામું બદલાવવા માટે ફોર્મ 33 માં ચેસીસ પ્રિન્ટ સાથે અરજી કરવી. લોન કે ગીરો પદ્ધતિએ વાહન ખરીદ્યું હોય તો ફાઇનાન્સરનું ના-વાંધા પ્રમાણપત્ર પણ તેની સાથે જોડવાનું રહેશે.
 • અરજી સાથે અસલ આર.સી. બુક, વીમાનું પ્રમાણપત્ર અને પી.યુ.સી. પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા રજૂ કરવા જરૂરી છે.

આર.સી. બુકની નકલ મેળવવા

 • જો મૂળ આરસી બુક ગુમ થઇ હોય કે ખરાબ થઇ ગઇ હોય ત્યારે આર.સી.બુકની નકલ મેળવવા અરજી ફોર્મ 26 ની સાથે ચેસીસ પ્રિન્ટ રજૂ કરવાનું રહેશે.
 • અરજી સાથે પોલીસ રિપોર્ટ, વાહન જો લોનથી ખરીદાયું હોય તો ફાઇનાન્સરનું નાં-વાંધા પ્રમાણપત્ર, સરનામાના પુરાવા, વીમાનું પ્રમાણપત્ર, પીયુસી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • ફી રૂપે રૂ.150 મોટરસાયકલ માટે આપવાના રહેશે જ્યારે મોટરકાર માટે ફી પેટે રૂ.300 આપવાના રહેશે.

વાહન માટે ના-વાંધા પ્રમાણપત્ર (NOC)

 • અરજી ફોર્મ 28ની સાથે ચેસીસ પ્રિન્ટની ત્રણ નકલો રજૂ કરવાની રહેશે.
 • પોલીસનું વાહન કોઈ ગુનામા સંડોવાયેલ નથી તે અંગેનુ પ્રમાણપત્ર, ફાઇનાન્સરનું એનઓસી, અસલ આર.સી. બુક, ખરીદારના સરનામાના પુરાવા, વીમાનું પ્રમાણપત્ર, પીયુસી અરજી સાથે જોડવું જરૂરી છે.

અન્ય રાજ્યમાંથી ખરીદેવા વાહનની નોંધણી

 • ફોર્મ-એફટી અને ફોર્મ નં.27 માં અરજી કરવાની રહેશે. તેની સાથે ચેસીસ પ્રિન્ટ, અસલ આરસી બુક અને ફોર્મ 28 માં એનઓસી જોડવું જરૂરી છે.
 • અરજી સાથે અસલ આર.સી. બુક, ફોર્મ 28માં એનઓસી, સરનામાના પુરાવા, વીમા પ્રમાણપત્ર, પીયુસી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • માલિકીહક્ક અને સરનામાની ફેરબદલ માટે ફોર્મ 29 અને ફોર્મ 30 અથવા 33 રજૂ કરવાના રહેશે.
 • જો વાહન કાયમ માટે રાજ્યમાં લાવવાનું હોય તો ફોર્મ એફટીમાં બાંહેધરીપત્ર 7 દિવસના સમયમાં આપવાનો રહેશે.
 • ચકાસણી માટે વાહનને રજૂ કરવું ફરજીયાત છે.

વાહનમાં પરિવર્તન

 • ફોર્મ બી.ટી.આઇમાં અરજી કરવાની રહેશે અને મૂળ આર.સી. બુક, વીમા પ્રમાણપત્ર, પીયુસી પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
 • નોંધણી થાય તે પહેલા પેન્ડિંગ ડીએ કેસનું નિવારણ કરવું જરૂરી છે.
 • જે માટે ફી પેટે આપવાના રહેશે. વાહન ચકાસણી માટે 14 દિવસની અંદર રજૂ કરવાનું રહેશે.

વાહનની ચકાસણી અને ફિટનેસ સર્ટીફિકેટ

Renewal of Fitness Certificate (F.C.)of Transport Vehicle

 • અરજી ફોર્મ સીએફઆરએ(CFRA)ની સાથે અસલ આર.સી. બુક, ફિટનેસ સર્ટીફિકેટ, વીમાનું પ્રમાણપત્ર અને પીયુસી પ્રમાણપત્ર જોડવું પડશે.
 • મોટર વ્હિકલ એક્ટના ઉલ્લંઘનને કારણે કોઇ ચૂકવણી બાકી હોય તો તે ચૂકવી દેવાની રહેશે.
 • રિન્યુઅલ વાહન ટેસ્ટ ફી અરજી સાથે ચૂકવવાની રહેશે.

Certificate of Periodic Inspection(CPI) of Non-Transport Vehicle

 • Application should be made in Form CPIA along with application form original R.C. Book, Fitness Certificate, Insurance Certificate and P.U.C. Certificate should be attached.
 • Any due against of the vehicle for violation of Motor Vehicle Act are also required to be cleared.
 • A renewal fee and vehicle test fee is required to be paid along with the application.
 • Motor Vehicles belonging to schools or establishments (by whatever name called) for imparting instruction in driving of motor vehicles and fitted with dual control.
 • Motor Vehicles fitted with equipment like drilling rig, generator, compressor, crane etc.
 • Tow trucks, break-down vanes, recovery vehicles.

Re-registration of Non-transport Vehicle (Seating Capacity = 8 )

 • Application should be made through www.parivahan.gov.in for re-registration of a vehicle.
 • Along with Application Form, original R.C. Book, Insurance Certificate, P.U.C. Certificate and Fitness Certificate should be produced and required fee should be paid.
 • A vehicle against which any of the D.A. case is pending, then, that is required to be cleared before the re-registration of the vehicle.
 • Click Here to view : Application for Re-Registration of Vehicle

Inspection Procedure/Fitness Test of Vehicle

 • A vehicle is required to be produced for obtaining Fitness Certificate, C.P.I. or getting re-registration.
 • If a vehicle found to be fit mechanically, then new vehicle is given certificate for two years, whereas, old vehicles are given certificate for a year.
Back to Top